24.6 C
Ahmedabad
Monday, November 9, 2026

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, ત્રણેય ફોર્મેટમાં દિગ્ગજ ખેલાડીઓને સ્થાન


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની મહિલા પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટ માટે અલગ-અલગ ટીમોની પસંદગી કરવામાં આવી છે. આ પ્રવાસમાં ભારતીય મહિલા ટીમના અનેક દિગ્ગજ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.

શેફાલી વર્માને મળી ઉપકપ્તાનીની જવાબદારી

ટેસ્ટ અને વનડે ટીમની કમાન સ્મૃતિ મંધાનાને સોંપવામાં આવી છે. જ્યારે શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ અને હરલીન દેઓલ જેવા મુખ્ય ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે.

વિકેટકીપર તરીકે રિચા ઘોષ અને યાસ્તિકા ભાટિયાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે દીપ્તિ શર્માને ઉપકપ્તાન બનાવવામાં આવી છે. આ ઉપરાંત શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરેને પણ ટીમમાં સ્થાન મળ્યું છે.

ટી-20 ટીમની કમાન પણ સ્મૃતિ મંધાના સંભાળશે, જ્યારે શેફાલી વર્માને ઉપકપ્તાની સોંપવામાં આવી છે. આ ટીમમાં નિકી પ્રસાદ, જી. કમલિની અને અનુષ્કા શર્મા જેવા ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. આ ઉપરાંત જેમિમા રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર, રિચા ઘોષ, દીપ્તિ શર્મા અને અમનજોત કૌરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારતીય મહિલા ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસનું શેડ્યૂલ

– પ્રથમ ટેસ્ટ: 9 ડિસેમ્બર – ગ્કેબરહા

– પ્રથમ વનડે: 16 ડિસેમ્બર – પાર્લ

– બીજી વનડે: 19 ડિસેમ્બર – કેપટાઉન

– ત્રીજી વનડે: 22 ડિસેમ્બર – બ્લોમફોન્ટેઇન

– પ્રથમ ટી-20: 26 ડિસેમ્બર – બેનોની

– બીજી ટી-20: 29 ડિસેમ્બર – પોચેફસ્ટ્રૂમ

– ત્રીજી ટી-20: 30 ડિસેમ્બર – પોચેફસ્ટ્રૂમ

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમ

ટેસ્ટ ટીમ: સ્મૃતિ મંધાના (કપ્તાન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (ઉપકપ્તાન), શ્રી ચરણી, સ્નેહ રાણા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.

વનડે ટીમ: સ્મૃતિ મંધાના (કપ્તાન), શેફાલી વર્મા, પ્રતિકા રાવલ, હરમનપ્રીત કૌર, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), યાસ્તિકા ભાટિયા (વિકેટકીપર), દીપ્તિ શર્મા (ઉપકપ્તાન), શ્રી ચરણી, વૈષ્ણવી શર્મા, ક્રાંતિ ગૌડ, નંદિની શર્મા, જિન્તિમણી કલિતા અને સાયલી સતઘરે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -