24.6 C
Ahmedabad
Monday, November 9, 2026

મુંબઈમાં 25 નવેમ્બર સુધી રોકેટ અને આકાશમાં ઉડતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, BMCનો મોટો નિર્ણય


મહારાષ્ટ્રના મુંબઈમાં ફટાકડાના કારણે આગ લાગવાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં હવે 25 નવેમ્બર 2026ની રાત્રે 11:59 વાગ્યા સુધી રોકેટ અને આકાશમાં ઊડતા (એરિયલ) ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. BMC કમિશનર પ્રાજક્તા લવંગારે-વર્માએ અર્બન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે આ પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે. આ આદેશ 9 નવેમ્બરથી તાત્કાલિક અમલમાં આવ્યો છે.

ખાનગી અને જાહેર સ્થળોએ પણ પ્રતિબંધ

આ પ્રતિબંધ મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ જાહેર અને ખાનગી સ્થળોએ લાગુ પડશે. જેમાં રહેણાક મકાનોની છત, બાલ્કની, આંગણાં, પાર્કિંગ વિસ્તાર, ઝૂંપડપટ્ટીઓ સહિતના તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે. એટલે કે ખાનગી મકાનની છત કે બાલ્કનીમાં પણ રોકેટ અથવા આકાશમાં ઊડતા ફટાકડા ફોડી શકાશે નહીં.

એક જ દિવસમાં ફાયર બ્રિગેડને આગની 142 કોલ

BMCએ ફટાકડાના કારણે આગ લાગવાની ઘટનાઓમાં અચાનક થયેલા વધારાને પગલે આ નિર્ણય લીધો છે. 8 નવેમ્બરના રોજ મુંબઈ ફાયર બ્રિગેડને આગની ઘટનાઓ અંગે કુલ 142 કોલ મળ્યા હતા. તેમાંથી 137 ઘટનાઓ ફટાકડા સાથે સંકળાયેલી હોવાનું જણાવાયું છે. ડોંગરી અને વિદ્યાવિહાર સહિત શહેરના અનેક વિસ્તારોમાં આગની ગંભીર ઘટનાઓ સામે આવી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -