24.6 C
Ahmedabad
Monday, November 9, 2026

ફતેપુરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પારગીના નિવાસસ્થાને ભવ્ય નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો


ફતેપુરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને લોકપ્રિય આગેવાન શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી તેમજ ઘુઘસના હાલના તાલુકા સભ્ય શ્રીબેન મધુબેન ભરતભાઈ પારગીના નિવાસસ્થાને આજ રોજ નૂતન વર્ષ (બેસતા વર્ષ) નિમિત્તે એક ભવ્ય સ્નેહમિલન અને શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉત્સાહસભર પ્રસંગે આસપાસના ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ, વડીલો, યુવાનો, માતા-બહેનો અને નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકબીજાને ભેટીને અને હાથ મિલાવીને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ પરસ્પર સ્નેહનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી અને તાલુકા સભ્ય શ્રીબેન મધુબેન પારગી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનો માટે ચા-નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.

શ્રી ભરતભાઈ પારગીએ ઘુઘસ સહિત આસપાસના તમામ વિસ્તારોમાંથી પધારેલા ભાઈઓ-બહેનો અને વડીલોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા ભાવપૂર્વક જણાવ્યું હતું કે, “આ નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ લઈને આવે.”

આ ભવ્ય અને હૂંફાળા આયોજનથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.

અહેવાલ :યાસીર ઝુડાલા, ફતેપુરા 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -