નશા સામે મોદી સરકારની મોટી કાર્યવાહી, શરૂ કર્યું ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’
મોદી સરકારે નશા (ડ્રગ્સ) સામે મોટું પગલું ભર્યું છે. ગૃહ મંત્રાલયે નશીલા પદાર્થોના વપરાશ અને તસ્કરીને રોકવા માટે ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ શરૂ કર્યું છે. ગૃહ મંત્રાલયની એક પ્રેસ રિલીઝ અનુસાર, “મોદી સરકારે નશીલા પદાર્થો સામે પ્રહાર કરતા ‘ઓપરેશન ટ્રાઇડન્ટ’ શરૂ કર્યું છે. આ હેઠળ 38 ટીમોએ અસમ, મિઝોરમ અને મણિપુરમાં એક સાથે 38 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી નશીલા પદાર્થો પ્રત્યે મોદી સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત કરવામાં આવી છે.”
શું છે આ ઓપરેશનનો હેતુ?
પ્રેસ રિલીઝમાં આગળ જણાવવામાં આવ્યું છે કે, “આ અભિગમ માત્ર નશીલા પદાર્થો જપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, તેના આખા નેટવર્કને તોડી પાડવાની વ્યૂહરચના તરફનો એક મોટો બદલાવ છે. અસમ, મિઝોરમ અને મણિપુરમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય નાર્કો-ફાઇનાન્સિયલ સિંડિકેટ સામે આ એક મોટું અને મલ્ટી-એજન્સી કેમ્પેન (અભિયાન) હતું. ‘નાર્કોટિક્સ કંટ્રોલ વિઝન ડોક્યુમેન્ટ (2026-2029)’ મુજબ, આ ઓપરેશન માત્ર જપ્તી સુધી સીમિત ન રહીને, નેટવર્કને નષ્ટ કરવા અને તેના નાણાકીય તંત્રને તોડી પાડવા પર કેન્દ્રિત છે. જેથી આ આંતરરાષ્ટ્રીય સિંડિકેટ્સને મૂળમાંથી જ ખતમ કરી શકાય.”
અમિત શાહે શું કહ્યું?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, “નશીલા પદાર્થો સામે મોદી સરકારનો કડક પ્રહાર ચાલુ છે. મારી એજન્સીઓએ 23 ઓક્ટોબરે અસમ, મિઝોરમ અને મણિપુરમાં 38 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા અને એક આંતરરાષ્ટ્રીય નાર્કો-કાર્ટેલને ધ્વસ્ત કરી દીધું. આ ઓપરેશન દરમિયાન 100 કરોડ રૂપિયાના હવાલા વ્યવહારોની જાણકારી મળી છે.1424 બેંક ખાતા સીલ (ફ્રીઝ) કરવામાં આવ્યા છે.17.82 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.500 ડેટોનેટર અને 12 લાખ રૂપિયા રોકડા પુનઃપ્રાપ્ત કરાયા છે તથા 18 લોકોની અટકાયત/ધરપકડ કરવામાં આવી છે.”
- Advertisement -
- Advertisement -