26.6 C
Ahmedabad
Sunday, October 25, 2026

ગાંધીનગરના રખિયાલ પોલીસ મથકની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી, રૂ. 36.15 લાખનો મુદ્દામાલ જપ્ત 


ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અંદાજે 111 પેટીઓ જપ્ત કરવામાં આવી છે. મીઠાના મુવાડા ગામ નજીક મેશ્વો નદીના પુલ પાસે તેનપુર તરફથી આવતા માર્ગ પર હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં દારૂના જથ્થા ઉપરાંત એક વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 36,15,446નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી. દેસાઈની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની અંદાજે 111 પેટીઓ મળી આવી હતી.જેમાં કુલ 3,959 બોટલ હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત રૂ. 16,15,446 આંકવામાં આવી છે.

આ મામલે ફોર્ચ્યુનર કાર નંબર GJ-01-WS-5516ના ચાલક અને માલિક ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર તથા જથ્થો ભરીને મોકલનાર એમ કુલ ચાર વ્યક્તિઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે.

આ અંગે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નંબર 11216012260344/2026 હેઠળ તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ ગુનો નોંધવામાં આવ્યો છે. ગુનામાં ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(B) તેમજ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 336(2), 336(3) અને 340(2)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી જી.એસ. મલિક દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તેના અનુસંધાને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કેસમાં ચાર વ્યક્તિઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા છે. તેમની સામેની કાયદેસરની કાર્યવાહી અને તપાસનો આગળનો તબક્કો સંબંધિત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -