31.3 C
Ahmedabad
Sunday, October 25, 2026

કેન્યામાં કાળમૂખો અકસ્માત: બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 22 લોકોના મોત, અનેક ઘાયલ


કેન્યામાં રવિવારે એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. અહીં બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે.જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઘાયલોની સારવાર ચાલી રહી છે. અકસ્માત કયા કારણોસર થયો તેની માહિતી હજુ સુધી સામે આવી નથી. બીજી તરફ, માકુએની કાઉન્ટી કમિશનર અબ્દુલ્લાહી ખલીફે જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ તમામ લોકો એક અંતિમ સંસ્કારમાંથી પરત ફરી રહ્યા હતા.ત્યારે જ આ અકસ્માત થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે સર્જાયેલા આ અકસ્માતમાં અન્ય ઘણા લોકો પણ ઘાયલ થયા છે.જેઓ સારવાર હેઠળ છે. મુસાફરો અંતિમ ક્રિયામાંથી પાછા ફરી રહ્યા હતા ત્યારે જ આ દુર્ઘટના ઘટી હતી. માકુએની કાઉન્ટી કમિશનર અબ્દુલ્લાહી ખલીફે કહ્યું કે, મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. અકસ્માત કયા સંજોગોમાં થયો તે હજુ સ્પષ્ટ નથી થયું. કેન્યામાં માર્ગ અકસ્માતો પાછળ અતિશય ઝડપ (ઓવર સ્પીડ) અને ખરાબ રસ્તાઓને મુખ્ય કારણ માનવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -