29.7 C
Ahmedabad
Thursday, July 30, 2026

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: આગામી 3 દિવસ ધોધમાર વરસાદની આગાહી, 8 જિલ્લામાં ‘રેડ ઍલર્ટ’


ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધડબડાટી બોલાવવાના મૂડમાં છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. જેને લઈને તંત્ર સાબદા થઈ ગયું છે.

જિલ્લાવાર વરસાદની આગાહી અને ઍલર્ટ

  • 30 જુલાઈ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

  • 31 જુલાઈ (રેડ ઍલર્ટ): હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ એમ કુલ 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ‘ઑરેન્જ ઍલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી છે.

  • 1 ઑગસ્ટ: ઉત્તર ગુજરાતમાં ‘ઑરેન્જ ઍલર્ટ’ સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે.

વહીવટી તંત્રની તૈયારીઓ અને વેધર વૉચ ગ્રૂપની બેઠક

રાજ્યમાં સંભવિત ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, બુધવારે (૨૯ જુલાઈ) ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રૂપ ની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે તમામ સંકલિત વિભાગોને પોતાની ટીમ અને સાધનોનું મેપિંગ કરી તાત્કાલિક એક્શન મોડમાં રહેવા તાકીદ કરી છે.

તંત્ર દ્વારા લેવાયેલા વિશેષ પગલાં

  • હોર્ડિંગ્સ અને જર્જરિત મકાનો હટાવાશે: ભારે પવન અને વરસાદથી સંભવિત નુકસાન અટકાવવા માટે માર્ગ અને મકાન વિભાગ તેમજ નગરપાલિકા/મહાનગરપાલિકાઓને જોખમી હોર્ડિંગ્સ, બેનર્સ અને જર્જરિત બિલ્ડિંગો તાત્કાલિક અસરથી હટાવી લેવા કડક સૂચના અપાઈ છે.

  • નાગરિકોની સુરક્ષા સર્વોપરી: કોઈપણ પ્રકારની ચેતવણી અને આપત્તિના સંદેશાઓ સામાન્ય નાગરિકો સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરાશે.

  • વિશેષ કાળજી: કાચા મકાનો, ઝૂંપડપટ્ટી અને મજૂર વર્ગ ચોમાસામાં સૌથી વધુ પ્રભાવિત થતા હોવાથી તેમના રક્ષણ માટે ‘એક્સ્ટ્રા કેર’ (વિશેષ કાળજી) લેવામાં આવશે. તમામ વિભાગીય અધિકારીઓને કલેક્ટરશ્રીઓ સાથે બેઠક કરી ત્વરિત કામગીરી કરવા આદેશ કરાયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -