34.3 C
Ahmedabad
Friday, November 6, 2026

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામે ‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યપાલ


વૃક્ષો સાક્ષાત્ દેવતા છે, તેમનું જતન કરી જીવંત રાખવું આપણી પવિત્ર ફરજ છે” – રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રથમ વખત પરિવાર સાથે ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં જોડાયા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી: ધર્મપત્ની, પુત્રવધૂ અને પૌત્ર સાથે જોરાપુરા ગામની લીધી મુલાકાત

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના જોરાપુરા ગામે ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન અને સંવર્ધનનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રકૃતિ સંરક્ષણ અને માતૃવંદનાના રાષ્ટ્રવ્યાપી સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રીના વરદ હસ્તે વિશેષરૂપે રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ અવસરે વન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ગામમાં રોપાઓનું વાવેતર કરાયું હતું.

આ પ્રસંગે એક વિશેષ બાબત એ રહી કે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રથમ વખત પોતાના પરિવાર સાથે કોઈ ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થયા હતા. રાજ્યપાલશ્રીએ સ્વયં હર્ષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા સવા વર્ષથી ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે પરંતુ આ પ્રથમ અવસર છે જ્યારે તેમના ધર્મપત્ની માનનીય લેડી ગવર્નરશ્રી શ્રીમતી દર્શના દેવીજી, પુત્રવધૂ કવિતાજી અને પૌત્ર આર્યમન પણ તેમની સાથે આ ગ્રામીણ જનસેવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે દીવાળીના તહેવારોની રજાઓમાં પરિવારે ગામડાના લોકો વચ્ચે આવીને તેમની સંસ્કૃતિ અને વિકાસ કાર્યો સાથે જોડાવાનું પસંદ કર્યું છે.

ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૃક્ષો આપણને પ્રાણવાયુ આપી સાચું જીવનદાન આપે છે, તેથી જ આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને દેવતા સમાન ગણવામાં આવ્યા છે. તેમણે માત્ર વૃક્ષારોપણ કરવા પૂરતું સીમિત ન રહેતાં, વાવેલા દરેક વૃક્ષને પૂરતું પાણી અને માવજત આપી જીવંત રાખવાની સામૂહિક જવાબદારી સ્વીકારવા ગ્રામજનો તથા વન વિભાગને અપીલ કરી હતી. આ સાથે તેમણે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા અને ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ જીવનશૈલી કેળવવા પ્રેરિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન પવાર, બાલાસિનોરના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકી, અગ્રણીશ્રી દશરથભાઈ બારિયા, જિલ્લા કલેક્ટર શ્રીમતી અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી યુવરાજ સિદ્ધાર્થ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન, જોરાપુરાના સરપંચશ્રી, વન વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -