‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં આજથી મેદાનમાં: જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે નિહાળશો મુકાબલો
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ફેન્સ ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાના ઇવેન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેવલિન થ્રો (ભાલા ફેંક) સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધારનાર નીરજ ચોપરાના સુવર્ણ સફરની શરૂઆત વર્ષ 2018માં કોમનવેલ્થ ગેમ્સથી થઈ હતી. જ્યાં તેમણે ગોલ્ડ કોસ્ટમાં 86.47 મીટર લાંબો થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો હતો. નીરજ ચોપરા મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથ્લીટ બન્યા હતા. અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને ટોક્યો ઓલિમ્પિક સહિત અનેક વૈશ્વિક સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે કોમનવેલ્થ ગેમ્સમાં 8 વર્ષ પછી વાપસી કરી રહેલા નીરજ ચોપરા પાસેથી સૌકોઈ ફરી એકવાર ગોલ્ડ મેડલની આશા રાખી રહ્યું છે. ત્યારે આ ઇવેન્ટ ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે જોઈ શકાશે તેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ છે:
ક્વોલિફિકેશન રાઉન્ડ અને લાઈવ ટેલિકાસ્ટની માહિતી
નીરજ ચોપરા 30 જુલાઈની બપોરે ભારતીય સમયાનુસાર બપોરે 2:55 વાગ્યે મેન્સ જેવલિન થ્રોના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. જેમાં તેઓ ફાઇનલ માટે ક્વોલિફાય કરશે તેવી પૂરી આશા છે. આ ઇવેન્ટનું સીધું પ્રસારણ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ સોની ટેન-1 અને સોની ટેન-3 પર કરવામાં આવશે.
જ્યારે આ ઇવેન્ટની લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ (SonyLIV) એપ પર ઉપલબ્ધ રહેશે. જ્યાં ફેન્સ લોગિન કરીને નીરજનો જેવલિન મુકાબલો જોઈ શકશે. ક્વોલિફિકેશન રાઉન્ડ પૂર્ણ થયા બાદ, મેડલ ઇવેન્ટ (ફાઇનલ) ભારતીય સમયાનુસાર મોડી રાત્રે 12:45 વાગ્યે યોજાશે. પુરૂષ જેવલિન થ્રોના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 84 મીટર કે તેથી વધુનું અંતર કાપનાર એથ્લીટ સીધા જ મેડલ રાઉન્ડ માટે પોતાની જગ્યા પાક્કી કરી લેશે.
મજબૂત સ્પર્ધકોનો સામનો કરવો પડશે
જેવલિન થ્રો સ્ટાર એથ્લીટ નીરજ ચોપરાનું છેલ્લું એક વર્ષ ફિટનેસની સમસ્યાઓને કારણે થોડું સંઘર્ષપૂર્ણ રહ્યું છે. જેના કારણે તેમણે કેટલાક મોટા ઇવેન્ટ્સથી દૂર રહેવું પડ્યું હતું. લાંબા સમયના અંતરાલ બાદ તેમણે ગત મહિને દોહા ડાયમંડ લીગમાં ભાગ લીધો હતો.
હવે કોમનવેલ્થ ગેમ્સમાં તેમના સમક્ષ શ્રીલંકાના રૂમેશ થરંગા પથિરાગે અને પાકિસ્તાનના અરશદ નદીમ ની સૌથી મોટો પડકાર રહેવાની છે. જેમણે 90 મીટરથી વધુનું થ્રો કર્યું છે. આ ઉપરાંત, એન્ડરસન પીટર્સ પણ અન્ય એક મજબૂત સ્પર્ધક તરીકે ટક્કર આપશે.
- Advertisement -
- Advertisement -