શ્રી ગાયત્રી વિદ્યામંદિર, લીહોડા ખાતે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુપૂર્ણિમા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિદ્યાર્થીઓએ ગુરુમહિમા દર્શાવતાં મધુર ભજનો અને પ્રેરણાદાયી વક્તવ્યો રજૂ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી બી. જી. ચૌધરીએ વિદ્યાર્થીઓને સંબોધતા ભારતીય સંસ્કૃતિની ભવ્ય ગુરુ-શિષ્ય પરંપરાના ઇતિહાસ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આધુનિક શિક્ષણની સાથે-સાથે જીવન-ઉપયોગી કૌશલ્યોના શિક્ષણનું મહત્ત્વ સચોટ ઉદાહરણો આપીને સમજાવ્યું હતું.
ગૌરીવ્રત નિમિત્તે વિશેષ સ્પર્ધાઓનું આયોજન
ગુરુપૂર્ણિમાની ઉજવણીની સાથોસાથ પવિત્ર ગૌરીવ્રત નિમિત્તે શાળાની વિદ્યાર્થીનીઓ માટે મહેંદી અને કેશ ગુંથણ (વેણી/ચટણી) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને વિદ્યાર્થીનીઓએ પોતાની અદભુત કલા અને સજનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
વિદ્યાર્થીનીઓની આ પ્રતિભાને બિરદાવવા અને પ્રોત્સાહિત કરવા માટે સ્પર્ધામાં વિજેતા થયેલાં તમામ સ્પર્ધકોને શાળા પરિવાર દ્વારા ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.