27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

સાત સમંદર પાર કેનેડામાં ગુંજ્યો સનાતનનો જયકાર: ટોરેન્ટોમાં રખિયાલના પ્રિન્સ ચૌધરી અને રિદ્ધિ ચૌધરીએ કરી વિધિપૂર્વક ગણેશ સ્થાપના


વિદેશની ધરતી પર પણ પોતાની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યેની અગાધ શ્રદ્ધા ક્યારેય ઓછી થતી નથી. તેનું ઉત્તમ ઉદાહરણ કેનેડાના ટોરેન્ટો શહેરમાં જોવા મળ્યું છે.

મૂળ રખિયાલના વતની એવા યુવાન પ્રિન્સ ચૌધરી અને રિદ્ધિ ચૌધરી દ્વારા કેનેડામાં પૂર્ણ વિધિ-વિધાન સાથે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી છે જેણે સમગ્ર રખિયાલ પંથકનું ગૌરવ વધાર્યું છે.

ટોરેન્ટોમાં ભક્તિમય માહોલ વચ્ચે બાપ્પાનું આગમન અને વિશેષ ભોગ

ટોરેન્ટો ખાતે કેનેડાની વ્યસ્ત જીવનશૈલી વચ્ચે પણ આ યુવાઓએ પોતાની માટી અને પરંપરાને જીવંત રાખી છે. વૈદિક મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે ગણેશ સ્થાપના કરવામાં આવતા ત્યાંનો માહોલ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયો હતો. આ પવિત્ર અવસરે ભગવાન ગણેશજીની પૂજા-અર્ચના કરી તેમને સૂકામેવા, વિવિધ મીઠાઈઓ તેમજ સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ સહિતનો ભોગ ધરીને શ્રદ્ધાપૂર્વક મહાઆરતી કરવામાં આવી હતી. બાપ્પાના સ્થાપના મહોત્સવથી તેમના નિવાસસ્થાને અનેરો આનંદ અને ઉત્સવનો માહોલ છવાયો છે.

મહેનતુ યુવાઓની વિદેશમાં આગવી ઓળખ

ટોરેન્ટોમાં પ્રિન્સ ચૌધરી એક સ્ટોર પર પોતાની સેવાઓ આપી રહ્યા છે. જ્યારે રિદ્ધિ ચૌધરી મેડિકલ લાઈનમાં અભ્યાસની સાથે-સાથે મેડિકલ સ્ટોરમાં જોબ કરી પોતાની મહેનત અને લગનથી આગળ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જીવનના આ સફરમાં સાથે આગળ વધવા માટે અગાઉ આ બંને યુવાઓનો પરિણય સંબંધ બંધાઈ ચૂક્યો છે.

વિદેશની ધરતી પર રહીને પણ ધાર્મિક તહેવારોની ઉજવણી કરવા અને પોતાના સંસ્કારોને જાળવી રાખવાના આ યુગલના પ્રયાસની રખિયાલ તેમજ આસપાસના વિસ્તારમાં ભારે પ્રશંસા થઈ રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -