27 C
Ahmedabad
Tuesday, September 22, 2026

ઇમરાન ખાનની બહેન અલીમા ખાન લાહોરમાં કસ્ટડીમાં: 27 સપ્ટેમ્બરના વિરોધ પ્રદર્શન પહેલાં કોટ લખપત જેલ મોકલાયા


પાકિસ્તાનનાં અધિકારીઓએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાનને આગામી સપ્તાહે તેમની પાર્ટી દ્વારા યોજાનાર પ્રસ્તાવિત વિરોધ-પ્રદર્શન પહેલાં રવિવારે કસ્ટડીમાં લઈ લીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અલીમા ખાનને લાહોરમાં કસ્ટડીમાં લઈને કોટ લખપત જેલ મોકલી આપવામાં આવ્યા છે. તે 73 વર્ષીય ઇમરાન ખાનની રિાઈ માટે સતત અવાજ ઉઠાવી રહ્યા છે.જેઓ 2023થી જેલમાં બંધ છે.

કયા કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી?

અલીમા ખાનની ધરપકડ ‘પંજાબ પબ્લિક ઓર્ડર મેન્ટેનન્સ ઓર્ડિનન્સ, 1960’ (Punjab Maintenance of Public Order Ordinance, 1960) હેઠળ કરવામાં આવી છે. આ કાયદો સ્થાનિક પોલીસને એવા કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા આપે છે, જેને સાર્વજનિક શાંતિ અને વ્યવસ્થા માટે જોખમ કે ખતરો માનવામાં આવતો હોય.

30 દિવસ માટે કસ્ટડીમાં લેવાયા:

લાહોરના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ અલી એજાજે 30 દિવસની મુદત માટે આ કસ્ટડી આદેશ જારી કર્યો છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) દ્વારા આગામી 27 સપ્ટેમ્બરના રોજ સરકાર પર દબાણ લાવવા માટે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ઠીક પહેલાં આ કાર્યવાહી કરવામાં આવી છે. પીટીઆઈ પૂર્વ ક્રિકેટરથી રાજનેતા બનેલા ઇમરાનને જેલમાંથી મુક્ત કરાવવા માટે આ પ્રદર્શન કરી રહી છે.

ઘરની બહાર નીકળતી વખતે ધરપકડ:

પીટીઆઈ સંસ્થાપકની અન્ય એક બહેન નોરીન નિયાઝીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેમને અલીમા ખાનને કોટ લખપત જેલ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. તેમણે ઉમેર્યું કે, “જ્યારે તે ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મને સમજાતું નથી કે સરકાર મહિલાઓની ધરપકડ કરવા માટે કેમ આટલી બધી ચિંતિત છે.”

પાર્ટીના નેતા દ્વારા આકરી નિંદા:

પીટીઆઈના કેન્દ્રીય સૂચના સચિવ શેખ વકાસ અકરમે આ ધરપકડની ઉગ્ર નિંદા કરી છે અને માંગણી કરી છે કે અલીમા ખાનને તાત્કાલિક કોર્ટમાં રજૂ કરવામાં આવે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું, “એક બહેનને પોતાના ભાઈ માટે અવાજ ઉઠાવવાની સજા આપવામાં આવી રહી છે.”

હાઈકોર્ટમાં આપી શકાશે પડકાર:

પંજાબ પબ્લિક ઓર્ડર મેન્ટેનન્સ ઓર્ડિનન્સ હેઠળ કસ્ટડીમાં લેવાયેલા લોકો આ આદેશને હાઈકોર્ટમાં પડકારી શકે છે તેમજ પ્રાંતીય સરકાર સમક્ષ પણ પોતાની રજૂઆત (અભ્યાવેદન) રજૂ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ બાદ એપ્રિલ 2022માં ઇમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા અને હાલ તેઓ અનેક કાનૂની મામલાઓનો સામનો કરી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -