18 C
Ahmedabad
Saturday, November 21, 2026

વૈશ્વિક સંગીત જગતના સ્ટાર દિલજીત દોસાંઝે ગીરની મુલાકાત લઈ એશિયાટિક સિંહની સફારીનો આનંદ માણ્યો


વૈશ્વિક સંગીત જગતના લોકપ્રિય કલાકાર દિલજીત દોસાંઝ હાલમાં ગુજરાતની મુલાકાતે છે અને તેમણે ગઈકાલે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈ સિંહ સફારીનો આનંદ માણ્યો હતો. ગીરના જંગલમાં ભવ્ય એશિયાટિક સિંહ તેમજ ગુજરાતની સમૃદ્ધ કુદરતી અને વન્યજીવનની વિરાસતથી દિલજીત દોસાંઝ અભિભૂત થયા હતા. તેઓ ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનાર આગામી કોન્સર્ટ માટે આવ્યા છે. દિલજીતની ગીર મુલાકાત મનોરંજન અને પ્રવાસનના વધતા સંગમને ઉજાગર કરે છે.

ગુજરાતમાં કોન્સર્ટ ટૂરિઝમ પ્રવાસનના નવા અને મહત્વપૂર્ણ ક્ષેત્ર તરીકે ઉભરી રહ્યું છે.જે દેશ-વિદેશમાંથી પ્રવાસીઓને આકર્ષવાની સાથે હોટેલ, રેસ્ટોરન્ટ, પરિવહન, સ્થાનિક વ્યવસાય અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વિવિધ હિતધારકો માટે આર્થિક તકો ઊભી કરી શકે છે. વિશાળ સ્તરના કોન્સર્ટ સાથે ગીરનું વન્યજીવન, ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિવિધ પ્રવાસન સ્થળોને જોડવાથી અમદાવાદ અને ગુજરાતનું ડેસ્ટિનેશન બ્રાન્ડિંગ વધુ મજબૂત બનશે અને રાજ્યને કોન્સર્ટ, ઇવેન્ટ તથા એક્સપિરિએન્શિયલ ટૂરિઝમ માટે એક આકર્ષક સ્થળ તરીકે પ્રસ્થાપિત કરવામાં મદદ મળશે.

મોટા પાયે યોજાતા કોન્સર્ટ ગુજરાતના પ્રવાસનને પરંપરાગત પ્રવાસન અનુભવોથી આગળ લઈ જવાની, પ્રવાસીઓની સંખ્યા વધારવાની, સ્થાનિક આર્થિક પ્રવૃત્તિને વેગ આપવાની અને ગુજરાતના બ્રાન્ડને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂત બનાવવાની નોંધપાત્ર તક પૂરી પાડશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -