18 C
Ahmedabad
Sunday, November 22, 2026

અબુર્દા પરિવાર ગાંધીનગર વિભાગના પ્રમુખ તરીકે નાથુભાઈ એમ. ચૌધરીની વરણી: સમાજ અને વિદ્યાર્થીઓ માટે સેવાનો સંકલ્પ લીધો 


યુવાનોને માર્ગદર્શક અને પ્રેરણા આપનાર તથા સમાજના સંગઠન માટે સતત પ્રયત્નશીલ એવા નાથુભાઈ એમ. ચૌધરી (ગામ- દશેલા) ની ‘અબુર્દા પરિવાર ગાંધીનગર વિભાગ’ના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વરણીને પગલે સમાજના શ્રેષ્ઠીઓ, આત્મીય સ્વજનો અને યુવાબંધુઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

સામાજિક અને શૈક્ષણિક કાર્યોને વેગ આપવા સંકલ્પ

પ્રમુખ તરીકે જવાબદારી સંભાળ્યા બાદ નાથુભાઈ એમ. ચૌધરીએ તમામ અબુર્દા પરિવારજનો અને યુવાબંધુઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અબુર્દા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક અને શૈક્ષણિક કાર્યો તેમજ વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહન અને યુવાનોને બળ પૂરું પાડવાનું કામ આપણે સૌ સાથે મળીને કરીશું.”

સાથે જ તેમણે કુળદેવી મા અબુર્દાના ચરણોમાં પ્રાર્થના કરી હતી કે, સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન મળતું રહે. આ નિયુક્તિથી ગાંધીનગર પંથકના સામાજિક વર્તુળોમાં આનંદની લાગણી છવાઈ છે. અને આગામી દિવસોમાં શૈક્ષણિક તથા સામાજિક પ્રવૃત્તિઓ વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -