વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે સૌને સાથે મળીને સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીની અપીલ
ગાંધીનગર: વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ નાગરિકોના સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન માટે પ્રાર્થના કરી હતી.
મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ પણ સૌનું અભિવાદન ઝીલી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.


