29 C
Ahmedabad
Monday, November 9, 2026

દિલ્હીમાં ફટાકડાની દુર્ઘટનામાં 10 વર્ષના બાળકનું મોત: હાથમાં જ ફૂટી ગયો અનાર


દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડાના કારણે સર્જાતી દુર્ઘટનાઓ ચિંતાનો વિષય બની રહી છે. દિલ્હીના નરેલામાં ફટાકડા ફોડતી વખતે 10 વર્ષના બાળક સાથે ગંભીર દુર્ઘટના બની હતી. બાળક હાથમાં પકડીને અનાર ફોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.ત્યારે અચાનક ફટાકડો તેના હાથમાં જ ફૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં બાળકનું મોત નીપજ્યું હતું.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 8 નવેમ્બરની રાત્રે આશરે 9:45 વાગ્યે નરેલામાં એક બાળક પોતાના ઘરની સામે હાથમાં અનાર પકડીને સળગાવી રહ્યો હતો. આ દરમિયાન અચાનક ફટાકડો ફૂટી જતાં બાળકની છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. દાઝી જવાને કારણે તેનું મોત થયું હતું.

ઘટના બાદ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થઈ ચૂક્યું હતું. રાત્રે આશરે 10:50 વાગ્યે હોસ્પિટલ તરફથી પોલીસને બાળકને મૃત અવસ્થામાં લાવવામાં આવ્યો હોવાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના પર્વ દરમિયાન બનેલી આ દુઃખદ ઘટનાએ ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે લાવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -