25.1 C
Ahmedabad
Friday, October 23, 2026

તાઈવાનમાં વાવાઝોડા ‘ચાંપી’નો કહેર: શાળા-કોલેજો, ઓફિસો અને શેર બજાર બંધ,600થી વધુ ફ્લાઇટ્સ રદ


શુક્રવાર, 23ઓક્ટોબર 2026ના રોજ તાઇવાનમાં ટાયફૂન ‘ચાંપી’ના કારણે મોટા પાયે કામકાજ ઠપ થઈ ગયું હતું;600થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને નાણાકીય બજારો પણ બંધ રહ્યા હતા. જોકે, ટાયફૂન ‘ચાંપી’ નબળું પડી રહ્યું છે અને તેના સીધા દરિયાકાંઠાના વિસ્તાર સાથે અથડાવાની શક્યતા નથી, છતાં તેના કારણે ભારે પવન ફૂંકાવા અને મુશળધાર વરસાદ પડવાની સંભાવના હતી.

તાઇવાનના પરિવહન મંત્રાલયે જણાવ્યું કે,23 ઓક્ટોબર માટે નિર્ધારિત તમામ 262 ઘરેલુ ફ્લાઇટ્સ અને 350થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. તાઇવાનના નાણાકીય બજારો પણ આખો દિવસ બંધ રહ્યા હતા.

તાઇવાનના લગભગ તમામ હિસ્સાઓમાં શાળાઓ અને કાર્યાલયો બંધ રહ્યા હતા. માત્ર તાઇવાનના નિયંત્રણ હેઠળના ‘કિનમેન’ ટાપુઓ પર કામકાજ સામાન્ય રહ્યું હતું; આ ટાપુઓ ચીની દરિયાકાંઠાની તદ્દન નજીક આવેલા છે.

પાટનગર તાઈપાઈમાં તેજ પવન અને વરસાદ વચ્ચે, ત્યાંની મેટ્રો અને અન્ય સાર્વજનિક પરિવહન સેવાઓ મર્યાદિત સ્વરૂપે ચાલુ રહી હતી.

‘ટાયફૂન ચાંપી’ના આગમન પહેલાં તાઇવાનનો લગભગ આખો હિસ્સો બંધ કરી દેવામાં આવ્યો હતો. તેના કારણે ભારે પવન ફૂંકાવા અને મૂશળધાર વરસાદ પડવાનું અનુમાન છે. તાઇવાનના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશન (CWA) મુજબ, ક્યારેક ‘સુપર ટાયફૂન’ રહેલું અને આ વર્ષે પ્રશાંત મહાસાગરના સૌથી શક્તિશાળી વાવાઝોડાંમાંના એક એવા ‘ચાંપી’ના કેન્દ્રની આસપાસ હજુ પણ અંદાજે 191 કિમી પ્રતિ કલાક (119 માઈલ પ્રતિ કલાક)ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

CWAએ જણાવ્યું કે આ વાવાઝોડું તાઇવાનના દક્ષિણી છેડાથી અંદાજે 330 કિમી (205 માઈલ) પૂર્વમાં છે. પૂર્વાનુમાન અનુસાર, આ વાવાઝોડું તાઇવાનના ઉત્તર-પૂર્વીય હિસ્સા પાસેથી પસાર થશે, ત્યારબાદ ઉત્તર તરફ વળીને ચીનના દરિયાકાંઠા તરફ જશે અને અંતમાં દક્ષિણી જાપાન તરફ આગળ વધી જશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -