કોંગ્રેસે યુપીમાં ચાલ્યો બ્રાહ્મણ-મહિલા દાવ! આરાધના મિશ્રા ‘મોના’ બન્યા પ્રદેશ અધ્યક્ષ
યુપી વિધાનસભા ચૂંટણી 2027 પહેલા કોંગ્રેસે રાજ્યમાં મોટો દાવ રમ્યો છે. કોંગ્રેસે બ્રાહ્મણ સમાજ અને મહિલાઓને પોતાના પક્ષમાં લાવવા માટે એક મહત્વપૂર્ણ રણનીતિક પગલું ભરાવ્યું છે. કોંગ્રેસે રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીની પુત્રી અને રામપુર ખાસ બેઠક પરથી ધારાસભ્ય આરાધના મિશ્રા ‘મોના’ને યુપી કોંગ્રેસની કમાન સોંપી છે. કોંગ્રેસે આરાધના મિશ્રા ‘મોના’ને પ્રદેશ અધ્યક્ષ પદે નિયુક્ત કર્યા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તરફથી જારી કરાયેલા સત્તાવાર પત્રમાં જણાવવામાં આવ્યું છે કે આરાધના મિશ્રા ‘મોના’ને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ સાથે જ, સહારનપુરથી સાંસદ ઇમરાન મસૂદને પણ યુપી ચૂંટણી પહેલા મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને યુપી કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, દેવિન્દર નિષાદ અને આલોક પ્રસાદને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે.
કોણ છે આરાધના મિશ્રા?
જાણકારી માટે જણાવી દઈએ કે આરાધના મિશ્રા ‘મોના’ રામપુર ખાસ વિધાનસભા મતવિસ્તાર બેઠકથી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય છે. એવું માનવામાં આવી રહ્યું છે કે યુપીમાં કોંગ્રેસ મહિલાઓની સાથે-સાથ બ્રાહ્મણ ચહેરાને આગળ વધારવા માંગે છે. આરાધના મિશ્રા ‘મોના’ પાર્ટીના દિગ્ગજ નેતા છે. તેઓ રામપુર ખાસથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા છે. આરાધના મિશ્રાએ રામપુર ખાસથી પોતાની પહેલી ચૂંટણી 2014ની પેટાચૂંટણીમાં જીતી હતી. ત્યારબાદ 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે વિજય મેળવ્યો હતો.
નોંધનીય છે કે અત્યાર સુધી અજય રાય અધ્યક્ષ તરીકે યુપી કોંગ્રેસની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમનો કાર્યકાળ 17 ઓગસ્ટ 2023થી 2 ઓક્ટ્બર 2026 સુધી રહ્યો હતો. અજય રાયે બ્રિજલાલ ખાબરીનું સ્થાન લીધું હતું અને હવે તેમનું સ્થાન આરાધના મિશ્રા ‘મોના’એ લીધું છે. નવી નિયુક્તિઓમાં કોંગ્રેસે યુપીમાં ઇમરાન મસૂદને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવીને તેમનું કદ પણ વધાર્યું છે. યુપી ચૂંટણી પહેલા આ જવાબદારી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બીજી તરફ, ચૂંટણીમાં ગઠબંધનને લઈને સપા-કોંગ્રેસ વચ્ચે તણખા પણ ઝરી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસ દ્વારા 150 બેઠકો માંગવાના નિવેદન પર સપા સાંસદ રામજી લાલ સુમને કહ્યું હતું કે કોંગ્રેસે જમીની વાસ્તવિકતા સમજવી જોઈએ.
- Advertisement -
- Advertisement -