32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

આપનું ધ્યાન દોરો: પેટના જમણા ભાગમાં દુખાવો માત્ર ગેસ નથી, બની શકે છે કોઈ ગંભીર બીમારીનું લક્ષણ!


પેટમાં દુખાવો થવો એ એક સામાન્ય સમસ્યા છે અને અવારનવાર લોકો તેને ગેસ, અપચો કે વધુ ખાવાને કારણે માનીને નજરઅંદાજ કરી દે છે. ખાસ કરીને પેટની જમણી બાજુ દુખાવો થવા પર ઘણા લોકો વગર તપાસે ગેસની દવા લઈ લે છે.પરંતુ આવું કરવું હંમેશાં યોગ્ય હોતું નથી. પેટના જમણા ભાગમાં થતો દુખાવો ઘણીવાર શરીરના મહત્ત્વપૂર્ણ અંગો સાથે જોડાયેલી મુશ્કેલીનો સંકેત હોઈ શકે છે. તેની પાછળ ગેસ અને કબજિયાત જેવી સામાન્ય સમસ્યાથી લઈને પિત્તાશયની પથરી, (અપેન્ડિક્સ), કિડનીની પથરી, લીવર સાથે જોડાયેલી બીમારી અને આંતરડાના ચેપ સુધીના ઘણા કારણો હોઈ શકે છે. તેથી, દુખાવાને માત્ર તેની જગ્યા જોઈને નહીં પરંતુ તેની તીવ્રતા, અવધિ અને સાથે દેખાતા બીજા લક્ષણોના આધારે સમજવો ખૂબ જરૂરી છે.

પેટના ઉપરના જમણા ભાગમાં લીવર અને પિત્તાશય જેવા મહત્ત્વપૂર્ણ અંગો હાજર હોય છે. જો આ ભાગમાં દુખાવો, ખાસ કરીને તળેલું-ભૂગડેલું અથવા વધુ ચરબીયુક્ત ભોજન ખાધા પછી વધે છે અને પીઠ અથવા જમણા ખભા સુધી અનુભવાય છે.તો તે પિત્તાશયમાં પથરી તરફ ઈશારો કરી શકે છે. આવા કિસ્સાઓમાં ઉબકા અને ઉલટી પણ થઈ શકે છે. વળી, દુખાવાની સાથે તાવ અથવા આંખો અને ત્વચાનો રંગ પીળો પડવા લાગે તો લીવર કે પિત્ત નળીઓ સાથે જોડાયેલી મુશ્કેલીની શક્યતાને ગંભીરતાથી લેવી જોઈએ.

પેટના નીચલા જમણા ભાગમાં અચાનક વધતો દુખાવો અપેન્ડિક્સ સંકેત પણ હોઈ શકે છે. ઘણીવાર તેની શરૂઆત નાભિની આસપાસના દુખાવાથી થાય છે અને ધીમે-ધીમે દુખાવો જમણી નીચલી બાજુ કેન્દ્રિત થવા લાગે છે. ચાલતી વખતે, ખાંસી ખાતી વખતે કે શરીર હલાવવાથી દુખાવો વધી શકે છે. તેની સાથે ભૂખ ઓછી લાગવી, ઉબકા, ઉલટી અને તાવ જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. આવા દુખાવાને ગેસ સમજીને સતત દવા લેતા રહેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે.. કારણ કે ગંભીર અપેન્ડિક્સ ફાટવા જેવી જટિલ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -