વિદેશ જતા મુસાફરો માટે મોટા સમાચાર: હવે એરપોર્ટ પર બોર્ડિંગ પાસ પર નહીં લાગે ઇમિગ્રેશન સ્ટેમ્પ!
જો તમે ભારતથી વિદેશ પ્રવાસ કરવાની તૈયારી કરી રહ્યા છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. 1 સપ્ટેમ્બર 2026થી દેશના તમામ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે મુસાફરોના ફિઝિકલ (કાગળના) બોર્ડિંગ પાસબોર્ડિંગ પાસ પર ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા સ્ટેમ્પ લગાવવામાં આવશે નહીં. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોની મુશ્કેલીઓ ઘટાડવાનો અને એરપોર્ટ પર ઇમિગ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે.
નવી વ્યવસ્થાની મુખ્ય બાબતો:
ડિજિટલ બોર્ડિંગ પાસ: નવી વ્યવસ્થા હેઠળ વિદેશ જતા મુસાફરોએ ઇમિગ્રેશન ક્લિયરન્સ વખતે પોતાના સ્માર્ટફોન પર ઈ-બોર્ડિંગ પાસ બતાવવો પડશે. તેથી, મુસાફરોએ મોબાઇલમાં ડિજિટલ બોર્ડિંગ પાસ સુરક્ષિત રાખવો જરૂરી રહેશે.
ફિઝિકલ બોર્ડિંગ પાસ ચાલુ રહેશે: આનો અર્થ એ નથી કે કાગળનો બોર્ડિંગ પાસ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જો કોઈ મુસાફર પાસે ફિઝિકલ બોર્ડિંગ પાસ હશે, તો તે એરપોર્ટ પર સ્વીકારવામાં આવશે. પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓ તેના પર સ્ટેમ્પ નહીં લગાવે.
ગૃહ મંત્રાલયનો નિર્ણય: બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BOI) દ્વારા આ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી, કારણ કે અગાઉ સ્ટેમ્પ બરાબર ન લાગવાને કારણે બોર્ડિંગ પાસ વાંચવામાં મુશ્કેલીઓ સર્જાતી હતી.
CISF ની જેમ જ નિયમ: CISF દ્વારા પણ પર્સનલ સિક્યોરિટી ચેક દરમિયાન બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ લગાવવાની પ્રથા ઘણા વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવી છે.
પાસપોર્ટ સ્ટેમ્પ અંગે યોજના: સરકારની ડિજિટલ વ્યવસ્થા તરફ આગળ વધવાની નીતિ અંતર્ગત, ભારતીય પાસપોર્ટ ધારકો માટે ઇમિગ્રેશન એન્ટ્રી અને એક્ઝિટ સ્ટેમ્પને પણ સંપૂર્ણપણે નાબૂદ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. સફળ પાઇલોટ પ્રોજેક્ટ બાદ તેને દેશના અન્ય એરપોર્ટ પર પણ લાગુ કરવામાં આવશે.
- Advertisement -
- Advertisement -