ભારતીય આદિવાસી પાર્ટી (BAP) દ્વારા દાહોદ જિલ્લા માઈનોરીટી સેલના પ્રમુખ તરીકે ઈલ્યાસ ભાભોરની વરણી
ભારતીય આદિવાસી પાર્ટી (BAP) દ્વારા સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવાના ભાગરૂપે દાહોદ જિલ્લાના માઈનોરીટી સેલના નવા પ્રમુખ તરીકે ઈલ્યાસ ભાભોરની બિનહરીફ પસંદગી કરવામાં આવી છે.

પાર્ટીના ઉચ્ચ નેતૃત્વ અને સ્થાનિક હોદ્દેદારોની સંમતિથી ઈલ્યાસ ભાભોરને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની પસંદગી થતાં જ જિલ્લાના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તકે પક્ષના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા તેમને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
પોતાની વરણી બાદ ઈલ્યાસ ભાભોરે પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “પાર્ટીએ મારા પર મૂકેલા વિશ્વાસ બદલ હું આભારી છું. દાહોદ જિલ્લામાં માઈનોરીટી સેલના માધ્યમથી સમાજના પ્રશ્નોને વાચા આપવા અને ભારતીય આદિવાસી પાર્ટીની વિચારધારાને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે હું નિષ્ઠાપૂર્વક કાર્ય કરીશ.”
અહેવાલ : યાસીર ગુડાલા, ફતેપુરા
- Advertisement -
- Advertisement -