31 C
Ahmedabad
Wednesday, September 2, 2026

બૉક્સ ઑફિસ પર ‘સ્પાઇડર-મેન’ નો દબદબો: ભારતમાં 500 કરોડ પાર, વર્લ્ડવાઈડ કમાણીએ રચ્યો ઈતિહાસ!


ટૉમ હૉલન્ડની હૉલીવુડ ફિલ્મ ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ રિલીઝ થયાના ૧૯ દિવસ પછી પણ ભારતીય દર્શકોના દિલ જીતી રહી છે. આવો જાણીએ કે વીકેન્ડ પત્યા પછી સોમવારે આ ફિલ્મે કેટલું કલેક્શન કર્યું અને અત્યાર સુધીમાં આ ફિલ્મે વૈશ્વિક સ્તરે (Worldwide) કેટલી કમાણી કરી લીધી છે.

ભારતમાં 19મા દિવસનું કલેક્શન કેટલું રહ્યું?સૈનિલ્ક (Sacnilk) ના રિપોર્ટ મુજબ, ‘સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ એ 19મા દિવસે એટલે કે સોમવારે 1.16 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ પહેલા ફિલ્મે રવિવારે (18મા દિવસે) 9.50 કરોડ રૂપિયા કમાયા હતા.જેના કારણે સોમવારે કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે.ભારતમાં આ ફિલ્મનું કુલ કલેક્શન હવે 468.21 કરોડ રૂપિયા (અને ગ્રોસ કલેક્શન 500 કરોડ પાર) થઈ ચૂક્યું છે. સિનેમાઘરોમાં આ ફિલ્મની પકડ મજબૂત છે અને તે 500 કરોડ ક્લબમાં શામેલ થઈ ચૂકી છે.

ભારતીય બૉક્સ ઑફિસ પર અન્ય ફિલ્મો સાથે મુકાબલોતાજેતરમાં જ સિનેમાઘરોમાં ઇમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘આવારપન ૨’ અને સની દેઓલની ફિલ્મ ‘બંટવારા 1947’ પણ રિલીઝ થઈ છે..જેની સાથે ‘સ્પાઇડર-મેન’ ની ટક્કર ચાલી રહી છે: આવારપન 2: રિપોર્ટ મુજબ, આ ફિલ્મે ચોથા દિવસે 4.89 કરોડ રૂપિયાનું પ્રારંભિક કલેક્શન કર્યું છે અને તેની કુલ કમાણી અત્યાર સુધી 86.64 કરોડ રૂપિયા થઈ ગઈ છે. બંટવારા 1947: સની દેઓલની આ ફિલ્મે ચોથા દિવસે 97 લાખ રૂપિયા (શરૂઆતી આંકડા) કમાયા છે.અને તેની કુલ કમાણી 27.47કરોડ રૂપિયા સુધી પહોંચી છે.

વર્લ્ડવાઈડ (Worldwide) પણ શાનદાર કમાણી‘

સ્પાઇડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ એ ઉત્તર અમેરિકા (North America) માં આશરે 7,505 કરોડ રૂપિયા અને ઇન્ટરનેશનલ માર્કેટમાં અંદાજે 11,760 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સાથે ફિલ્મની કુલ ગ્લોબલ કમાણી 19,332 કરોડ રૂપિયા ($2 બિલિયન) વટાવી ચૂકી છે.

આ શાનદાર કમાણી સાથે આ ફિલ્મ દુનિયાની સૌથી મોટી કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેમાં ‘અવતાર’, ‘એવેન્જર્સ- એન્ડગેમ’, ‘ટાઇટેનિક’ અને ‘સ્ટાર વૉર્સ’ જેવી દિગ્ગજ ફિલ્મોના નામ પણ સામેલ છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -