જૈવિક ઉત્પાદનોના સર્ટિફિકેશન અંગે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તાલીમ કાર્યક્રમ યોજાયો..
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સી (GOPCA) દ્વારા એક દિવસીય સર્ટિફિકેશન તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. રાજેન્દ્રસિંહ ચંદેલ તથા GOPCAના ડાયરેક્ટર ડૉ. અનિલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ કાર્યક્રમ દરમિયાન જૈવિક ઉત્પાદનોના પ્રમાણીકરણ માટેની પ્રક્રિયા, સર્ટિફિકેશનના નિયમો તેમજ ખેડૂતો સુધી સર્ટિફિકેશન અંગેની સાચી અને જરૂરી માહિતી પહોંચાડવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, આત્મા (ATMA) યોજનાના અધિકારીઓ તથા સ્ટાફ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રાકૃતિક ખેતીને વધુ વેગ મળે તથા ખેડૂતોમાં જૈવિક અને પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ વધે તે માટે સક્રિય યોગદાન આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
- Advertisement -
- Advertisement -