32 C
Ahmedabad
Wednesday, September 2, 2026

સુખસર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી યોજાઈ; કાર્યક્રમ દરમિયાન અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા


દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આજે સુખસર ખાતે ભારે ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશપ્રેમની ભાવના સાથે સ્વતંત્રતા દિવસને બિરદાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, સરકારી અધિકારીઓ, પોલીસ જવાનો તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની ગરિમા અને સુરક્ષાને ધ્યાને રાખીને સુખસર ખાતે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓની ભારે હાજરી વચ્ચે અવ્યવસ્થા

એક તરફ જ્યાં ઉજવણીનો માહોલ હતો, ત્યાં બીજી તરફ કાર્યક્રમ દરમિયાન ખામીયુક્ત આયોજનને કારણે અવ્યવસ્થાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. કાર્યક્રમ સ્થળે અપેક્ષા કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડતાં બેઠક અને સુરક્ષા વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી.

યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ અને બેરીકેટીંગના અભાવને કારણે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રોડની બાજુમાં કલાકો સુધી ઊભા રહેવાની ફરજ પડી હતી, જેને પગલે સ્થાનિકો અને વાલીઓમાં વહીવટી તંત્રની કામગીરી સામે ચિંતા જોવા મળી હતી બીજી તરફ શાળાના બાળકો ને પાછા લઈ જવાની જરૂર પડી હતી

કિશોર પણદા, ફતેપુરા


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -