27.6 C
Ahmedabad
Saturday, August 8, 2026

ગાંધીનગર: ગલુદણ ગામેથી ઝડપાયું નકલી ઘીનું મોટું કૌભાંડ: ‘અંજની’ અને ‘અનુજ’ બ્રાન્ડના નામે વેચાતું હાનિકારક ઘી જપ્ત


ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગલુદણ ગામેથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતું એક મોટું નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું છે. ગાંધીનગર રેન્જ આઈજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગલુદણ ગામની એક ફેક્ટરી પર અચાનક દરોડો પાડીને અસલી ઘીને પણ શરમાવે તેવું નકલી ઘી મોટા જથ્થામાં પકડી પાડ્યું છે.

આ ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાથી લઈને તેની આકર્ષક પેકેજીંગ કરવાની કામગીરી મોટા પાયે ધમધમી રહી હતી. આરોપીઓ બજારમાં અસલી ઘી તરીકે સપ્લાય કરવા માટે ‘અંજની ઘી’ અને ‘અનુજ ઘી’ જેવા જાણીતા બ્રાન્ડના નામોનો દુરુપયોગ કરતા હતા.

ગ્રાહકોને અસલી હોવાની ખાતરી થાય તે માટે ઘીમાં અસલી જેવી સુગંધ અને રંગ લાવવા માટે જોખમી કેમિકલ કલર્સ અને હાનિકારક એસન્સ ભેળવવામાં આવતા હતા. જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ઘટનાસ્થળે સઘન તપાસ ચલાવી રહી છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવાની તેમજ કુલ કેટલો જથ્થો સંગ્રહાયેલો હતો તેની ગણતરી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થોડા દિવસો અગાઉ જ ભેળસેળયુક્ત પનીર ઝડપાયાની ઘટના તાજી છે. ત્યારે હવે નકલી ઘીનું આ રેકેટ પકડાતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -