32 C
Ahmedabad
Wednesday, September 23, 2026

નંબર વગરની અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે ગુજરાત પોલીસની મેગા ડ્રાઇવ


20 દિવસમાં 18 હજારથી વધુ વાહનો સામે કેસ કરાયા અને ૪ હજારથી વધુ વાહનો ડિટેઇન કરાયા

ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ રૂ. 58.56 લાખ જેટલો દંડ વસૂલાયો

નિયમભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી વધુ સઘન બનાવવા આ ઝુંબેશ આગામી 14 ઓક્ટોબર સુધી ચાલશે

વાહનો પર સ્પષ્ટ અને નિયમાનુસાર નંબર પ્લેટ લગાવવા ગુજરાત પોલીસની અપીલ

રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ તા. 1લી સપ્ટેમ્બરથી તા.14 ઓક્ટોબર 2026 સુધી નંબર પ્લેટ વગરના, ચેડાં કરેલી અથવા અયોગ્ય નંબર પ્લેટવાળા વાહનો સામે એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ વિશેષ ટ્રાફિક ડ્રાઇવ હેઠળ તા. 1 થી 20 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યભરમાં કુલ 18,014 કેસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વાહનોની નંબર પ્લેટ સાથે ચેડાં કરવાના કિસ્સાઓમાં કુલ 4,187વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ સઘન ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 58.56 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.

આ ઝુંબેશ અંતર્ગત વાહન વ્યવહાર સુરક્ષિત બનાવવા અને નિયમ વિરુદ્ધ વાહનો ચલાવતા તત્વો પર કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેરમાં 1,786, વડોદરા શહેરમાં 1,959 અને બનાસકાંઠામાં 1,363 કેસ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડાશ્રીની કડક સૂચના બાદ તમામ જિલ્લાઓ અને શહેરોમાં ટ્રાફિક પોલીસ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના એસ.પી શ્રી વી. સાહિત્યા દ્વારા તમામ વાહનચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ પોતાના વાહનો પર નિયમાનુસાર સ્પષ્ટ અને દેખાય તેવી જ નંબર પ્લેટ લગાવે. ફેન્સી ફોન્ટવાળી, નંબર છુપાવતી કે સ્ટાઇલવાળી નંબર પ્લેટનો ઉપયોગ કાયદાકીય દંડ અને શિક્ષાને પાત્ર છે. નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે આ વિશેષ ઝુંબેશ વધુ કડકાઈથી ચાલુ રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -