33.3 C
Ahmedabad
Sunday, August 2, 2026

બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા ભારતીય ખેલાડીઓને મેડલ અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી


સ્કોટલેન્ડના ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અને ખાસ કરીને ગુજરાત માટે એક અત્યંત ગૌરવપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. વૈશ્વિક કક્ષાની આ રમતગમત સ્પર્ધામાં ભારતીય ખેલાડીઓએ બોક્સિંગમાં અદભુત દેખાવ કરીને અનેક મેડલો જીતી દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. આ ગૌરવશાળી અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ વૈશ્વિક મંચ પર ઉપસ્થિત રહી વિજેતા ભારતીય રમતવીરોને મેડલ પ્રદાન કરી સન્માનિત કર્યા હતા.

ગ્લાસગો ખાતે યોજાયેલ મેડલ સેરેમનીમાં ભારતીય બોક્સરોને મેડલ એનાયત કરતી વખતે સમગ્ર સ્ટેડિયમમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. બોક્સિંગ ક્ષેત્રે ભારતીય ખેલાડીઓના આ શાનદાર પ્રદર્શન અને ઐતિહાસિક સિદ્ધિએ રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહનો સંચાર કર્યો છે. ગઈકાલનો દિવસ ભારતીય સ્પોર્ટ્સના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે વાતચીત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું  કે, “આપણા ખેલાડીઓની આ સિદ્ધિ માત્ર મેડલ પૂરતી મર્યાદિત નથી..પરંતુ આપણા દેશના યુવાનોની મહેનત, સમર્પણ અને જુસ્સાનું પ્રતીક છે. આંતરરાષ્ટ્રીય મંચ પર આપણા ખેલાડીઓને મેડલ પહેરાવવાની અને રાષ્ટ્રધ્વજને ઉંચો લહેરાતો જોવાની ક્ષણ અત્યંત ગૌરવપૂર્ણ અને રોમાંચક છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -