29.8 C
Ahmedabad
Tuesday, July 28, 2026

માત્ર 700 ગ્રામના અધૂરા માસે જન્મેલા નવજાતને બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના NICUમાં મળ્યું નવજીવન..


બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ટાકરવાડા ગામની 20 વર્ષીય ભુરીબેન ખરાડીના અધૂરા માસે જન્મેલા માત્ર 700 ગ્રામ વજનના નવજાત બાળકને બનાસ મેડિકલ કોલેજ સંચાલિત જનરલ સિવિલ હોસ્પિટલ, પાલનપુરના NICU વિભાગે સફળ સારવાર આપી નવજીવન આપ્યું છે.

પ્રસૂતિ બાદ બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી બાળકને તા. 18 મે, ના રોજ સાંજે બનાસ જનરલ સિવિલ હોસ્પિટલના NICU વિભાગમાં રિફર કરવામાં આવ્યું.

દાખલ થતાં જ નિષ્ણાત તબીબોની ટીમે બાળકને તાત્કાલિક ઓક્સિજન સપોર્ટ, IV ફ્લુઇડ્સ, એન્ટીબાયોટિક્સ અને અન્ય જરૂરી સારવાર શરૂ કરી. તપાસ દરમિયાન બાળકમાં E. coli બેક્ટેરિયાનો ગંભીર ચેપ તેમજ પ્લેટલેટ્સનું પ્રમાણ ખૂબ ઓછું હોવાનું સામે આવ્યું. જેના આધારે સઘન સારવાર શરૂ કરવામાં આવી.

બાળકને લગભગ 10 દિવસ સુધી ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યું. ત્યારબાદ સતત પોષણ, કેલરી મોનિટરિંગ, માતાના દૂધ સાથે કાંગારૂ મધર કેર (Kangaroo Mother Care – KMC) થેરાપી તેમજ 24 કલાક સતત મોનિટરિંગ હેઠળ સારવાર આપવામાં આવી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -