29.8 C
Ahmedabad
Tuesday, July 28, 2026

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: અમદાવાદ સહિત 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ


ગુજરાતમાં ચોમાસાની તોફાની ઇનિંગ્સ યથાવત છે. જેને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા નવું ‘નાઉકાસ્ટ એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક અત્યંત મહત્વપૂર્ણ અને ભારે વરસાદી રહેવાની સંભાવના છે. જેમાં અમદાવાદ શહેર સહિત કુલ 16 જિલ્લાઓમાં મેઘરાજા વીજળીના કડાકા-ભડાકા સાથે બેટિંગ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

બનાસકાંઠાથી સુરેન્દ્રનગર સુધી ‘ઓરેન્જ એલર્ટ’

હવામાન ખાતા દ્વારા વરસાદની તીવ્રતાને ધ્યાને રાખીને અનેક ભાગોમાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મુખ્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ સિવાય સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમાન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘપ્રદેશોમાં પણ એલર્ટ

ઓરેન્જ એલર્ટની યાદીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો પણ સમાવેશ થાય છે.

  • બોટાદ, ગાંધીનગર, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

  • આ ઉપરાંત આણંદ, ખેડા, વડોદરા, ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વરસાદી ચેતવણી આપવામાં આવી છે.

  • દાદરા અને નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તંત્ર સજ્જ

વરસાદી આગાહીની સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન મધ્યમથી ભારે વરસાદની સાથે જોરદાર ગાજવીજ થશે અને પ્રતિ કલાક 16 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અચાનક આવનારા આ તોફાની પવન અને વરસાદને કારણે વાહનચાલકો તથા નીચાણવાળા વિસ્તારોના રહીશોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અને સ્થાનિક કંટ્રોલ રૂમને સતર્ક કરી દેવામાં આવ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -