38.6 C
Ahmedabad
Monday, June 15, 2026

ફીફા વર્લ્ડ કપ 2026: જર્મનીનો પ્રચંડ પ્રારંભ, કુરાકાઓને 7-1થી રગદોળીને બ્રાઝિલનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ તોડ્યો


બર્લિન/નવી દિલ્હી: ફીફા વર્લ્ડ કપ 2026માં જર્મનીએ અત્યંત આક્રમક અને ધમાકેદાર અંદાજમાં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ગ્રુપ-ઈ ના એકતરફી મુકાબલામાં જર્મનીએ વર્લ્ડ કપમાં ડેબ્યૂ કરી રહેલી કુરાકાઓની ટીમને 7-1થી કારમી હાર આપી છે. આ શાનદાર જીત સાથે જર્મનીએ માત્ર ત્રણ પોઈન્ટ જ હાંસલ નથી કર્યા, પરંતુ ફૂટબોલ વર્લ્ડ કપના ઇતિહાસમાં એક એવો મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે જે અત્યાર સુધી બ્રાઝિલના નામે હતો. રસપ્રદ વાત એ છે કે, જર્મનીએ ફરી એકવાર 7-1નો સ્કોર બનાવીને વર્ષ 2014ના વર્લ્ડ કપ સેમિફાઇનલની યાદો તાજી કરી દીધી છે, જેમાં તેમણે બ્રાઝિલને તેના જ ઘરમાં આ જ સ્કોરથી હરાવ્યું હતું.

કુરાકાઓ સામે સાત ગોલ ફટકારવાની સાથે જ જર્મની ફીફા વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારી સર્વકાલીન શ્રેષ્ઠ ટીમ બની ગઈ છે. હવે જર્મનીના નામે વર્લ્ડ કપમાં કુલ 239 ગોલ થઈ ગયા છે. જ્યારે આ યાદીમાં બ્રાઝિલ 238 ગોલ સાથે બીજા સ્થાને ખસી ગયું છે અને આર્જેન્ટિના 152 ગોલ સાથે ત્રીજા સ્થાને છે. હવે જર્મન ટીમની નજર વર્લ્ડ કપ ઇતિહાસમાં પોતાના 250 ગોલ પૂરા કરવા પર ટકેલી છે. આ સાથે જ, વર્લ્ડ કપના કોઈ એક મેચમાં 7 કે તેથી વધુ ગોલ કરવાનો કારનામો જર્મનીએ ચોથી વાર કર્યો છે. જે એક નવો રેકોર્ડ છે. આ પહેલા હંગેરીએ ત્રણ વાર આવું પ્રદર્શન કર્યું હતું. જર્મનીએ આ પૂર્વે 1954માં તુર્કી સામે 7-2થી, 2002માં સાઉદી અરેબિયા સામે 8-0થી અને 2014માં બ્રાઝિલ સામે 7-1થી ઐતિહાસિક જીત મેળવી હતી.

મેચની વાત કરીએ તો જર્મનીએ શરૂઆતથી જ મેદાન પર સંપૂર્ણ પ્રભુત્વ જમાવી રાખ્યું હતું. મેચની છઠ્ઠી જ મિનિટે ફેલિક્સ નેમેચાએ શાનદાર ગોલ કરીને ટીમને શરૂઆતી લીડ અપાવી હતી. જોકે, 21મી મિનિટે કુરાકાઓએ વળતો પ્રહાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. એક ઝડપી કાઉન્ટર એટેક દરમિયાન લિવાનો કોમેન્સિયાનો શોટ ડિફ્લેક્ટ થઈને જર્મનીના દિગ્ગજ ગોલકીપર મેન્યુઅલ નોયરને છકાવીને ગોલ પોસ્ટમાં હેડ થઈ ગયો હતો. જે કુરાકાઓ દેશના ઇતિહાસનો સર્વપ્રથમ ફીફા વર્લ્ડ કપ ગોલ બન્યો હતો.

પરંતુ આ આંચકા બાદ જર્મનીએ મેચ સંપૂર્ણપણે પોતાના કબજામાં લઈ લીધી હતી. 38મી મિનિટે નિકો શ્લોટરબેકે કોર્નર પાસ પર શાનદાર હેડર લગાવીને જર્મનીને ફરી સરસાઈ અપાવી હતી. ત્યારબાદ હાફ ટાઈમ પૂરો થવાના ઠીક પહેલા કાઈ હેવર્ટ્ઝે પેનલ્ટીને ગોલમાં ફેરવીને સ્કોર 3-1 કરી દીધો હતો. બીજા હાફની શરૂઆત થતાંની સાથે જ માત્ર 69 સેકન્ડની અંદર જમાલ મુસિયાલાએ ગોલ ડાઘીને કુરાકાઓની વાપસીની આશા પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ નાથાનીયેલ બ્રાઉન, ડેનિજ ઉન્ડાવ અને કાઈ હેવર્ટ્ઝે ગોલનો વરસાદ ચાલુ રાખ્યો હતો. અને અંતે જર્મનીએ 7-1થી ઐતિહાસિક વિજય મેળવીને ઇતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -