32.8 C
Ahmedabad
Monday, June 8, 2026

સુરત: વરાછામાં જ્વેલરી ફેક્ટરીના ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા સુપરવાઇઝર સહિત 4 શ્રમિકોના ગૂંગળામણથી કમકમાટીભર્યા મોત


સુરત શહેરમાં આજે સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શુગર માર્કેટ નજીક એક જ્વેલરી ફેક્ટરીના ETP (એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ) પ્લાન્ટની ટાંકી સફાઈ કરવા ગયેલા ચાર શ્રમિકોના ઝેરી ગેસની અસરના કારણે ગૂંગળામણથી C નીપજ્યા છે. આ આઘાતજનક ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને હડકંપ મચી ગયો છે.

મળતી વિગતો અનુસાર, આજે સવારે વરાછા શુગર માર્કેટ પાસે આવેલા અશ્વિની કુમાર વિસ્તારની એક જ્વેલરી ફેક્ટરીમાં આ ઘટના બની હતી. આ ફેક્ટરીમાં ઘરેણાંની સફાઈનું કામ થતું હોવાથી દર બે મહિને સેફ્ટી અને ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવામાં આવતી હતી. આજે સવારે જ્યારે એક સુપરવાઇઝર અને ત્રણ શ્રમિકો સહિત કુલ ચાર લોકો ટાંકીની અંદર સફાઈ કરવા માટે ઉતર્યા હતા. ત્યારે ટાંકીમાં રહેલા અતિ ઝેરી ગેસના કારણે અચાનક ચારેય શ્રમિકોનો દમ ઘૂંટાવવા લાગ્યો હતો. ગેસની તીવ્ર અસર એટલી ઝડપી હતી કે ચારેય શ્રમિકો તાત્કાલિક ટાંકીની અંદર જ બેભાન થઈ ગયા હતા.

ટાંકીમાંથી ચાર શ્રમિકો બેભાન અવસ્થામાં મળ્યા આજે સવારે 10:22 વાગ્યે ફાયર બ્રિગેડ વિભાગને ફોન દ્વારા માહિતી મળી હતી કે ટાંકીમાં એક વ્યક્તિ ફસાયેલો છે. જોકે, ફાયર બ્રિગેડની ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને જ્યારે રેસ્ક્યુ ઓપરેશન (બચાવ કામગીરી) શરૂ કરવામાં આવ્યું ત્યારે ટાંકીની અંદર એક નહીં. પરંતુ ચાર લોકો ગંભીર અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ ચારેય શ્રમિકોને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલના તબીબોએ શ્રમિકોને મૃત જાહેર કર્યા ટાંકીમાંથી બહાર કઢાયેલા ચારેય શ્રમિકો સંપૂર્ણપણે બેભાન અને ગંભીર હોવાથી તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ અને ફાયર ટીમની મદદથી સારવાર અર્થે સ્મીમેર (SMIMER) હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખાતે હાજર ડ્યુટી પરના તબીબોએ ચારેય શ્રમિકોની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રમિકોના મોતના સમાચાર મળતા જ હોસ્પિટલ પરિસરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારજનોમાં ભારે આક્રંદ મચી ગયો હતો.

બેદરકારી અંગે પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ ઘટના અંગે ડીસીપી (DCP) આલોક કુમારે જણાવ્યું હતું કે, આ જ્વેલરી ફેક્ટરીમાં સફાઈ દરમિયાન સુપરવાઇઝર સહિત ચાર લોકોના મોત થયા છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સફાઈ કામ દરમિયાન સુરક્ષાના નિયમો (સેફ્ટી પ્રોટોકોલ) નું પાલન કરવામાં આવ્યું ન હતું. આ ઘટનામાં કોની બેદરકારી છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં વરાછા પોલીસ દ્વારા અકસ્માત મોત (Accidental Death) નો ગુનો નોંધીને મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -