26.8 C
Ahmedabad
Thursday, July 23, 2026

ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી: 24 જુલાઈએ તમામ શાળાઓમાં ફરજિયાત રજા જાહેર


ગાંધીનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સર્વોપરી રહે તે હેતુસર ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

નિવાસી અધિક કલેક્ટર સાહેબશ્રીની સૂચના અનુસાર, ગાંધીનગર જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવતીકાલે તા. ૨૪/૦૭/૨૦૨૬ના રોજ એક દિવસ માટે ફરજિયાત રજા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આ સાથે શાળાઓને પણ અગમચેતીના ભાગરૂપે જરૂરી તમામ તકેદારી રાખવા અને કોઈપણ પ્રકારની જોખમી પરિસ્થિતિ ન સર્જાય તેની વિશેષ કાળજી લેવા તાકીદ કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -