29 C
Ahmedabad
Friday, April 24, 2026

ટ્રમ્પનું ભારત વિરુદ્ધ ‘ઝેર’: ભારત-ચીનને ‘નર્ક’ ગણાવ્યા, અમેરિકી નોકરીઓ પર ભારતીયોના વર્ચસ્વનો વિવાદ


અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને ચીન વિરુદ્ધ અત્યંત વિવાદાસ્પદ ટિપ્પણી કરીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લાંબો આર્ટિકલ પોસ્ટ કરીને ભારત અને ચીન જેવા દેશોને ‘નર્ક’ (Hell) તરીકે સંબોધ્યા છે. તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે, આ દેશોના સ્થળાંતરિતો અમેરિકાની આરોગ્ય સેવાઓ અને જાહેર સુવિધાઓનો મફતમાં લાભ ઉઠાવી રહ્યા છે.જેના કારણે અમેરિકાના પ્રામાણિક કરદાતાઓ પર આર્થિક બોજ વધી રહ્યો છે. ટ્રમ્પે ખાસ કરીને કેલિફોર્નિયાના આઈટી (IT) સેક્ટરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ત્યાંની નોકરીઓ પર ભારતીયો અને ચીની લોકોએ વર્ચસ્વ જમાવી લીધું છે. જેના પરિણામે સ્થાનિક અમેરિકનોએ પોતાના રોજગારના અધિકારો ગુમાવ્યા છે.

વધુમાં, ટ્રમ્પે અમેરિકાની જન્મજાત નાગરિકતા (Birthright Citizenship) અને ‘ચેન માઈગ્રેશન’ પ્રક્રિયાને દેશની સંસ્કૃતિ અને અર્થતંત્ર માટે મોટું સંકટ ગણાવ્યું છે. તેમનો દાવો છે કે, વિદેશી લોકો અમેરિકામાં આવીને બાળકોને જન્મ આપી નાગરિકતા મેળવે છે અને ત્યારબાદ પોતાના આખા પરિવારને પણ અહીં બોલાવી લે છે. જે અમેરિકાના સંસાધનો પર દબાણ વધારે છે.આ લેખમાં તેમણે ‘અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન’ (ACLU) ને એક ગુનાહિત સંસ્થા ગણાવી તેની સામે ‘RICO’ કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવ વચ્ચે ટ્રમ્પના આ નિવેદનથી ભારત અને અમેરિકા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં મોટી નારાજગી જોવા મળી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -