38 C
Ahmedabad
Thursday, April 23, 2026

ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવા જેવી સામાન્ય બાબતે લોહીની નદીઓ વહી: કાણોદરના યુવક પર જીવલેણ હુમલો


બનાસકાંઠાના પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં રમઝાન ઈદના પવિત્ર પર્વ પર એક હૃદયદ્રાવક ઘટના બની હતી. સોશિયલ મીડિયા એપ ‘ઇન્સ્ટાગ્રામ’ ડિલીટ કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કરતા 18 વર્ષીય યુવાન સમીમ શેખ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જોકે, બનાસ સિવિલ હોસ્પિટલના તબીબોની કુશળતાને કારણે યુવાનનો જીવ બચાવી લેવામાં સફળતા મળી છે.

શું હતી સમગ્ર ઘટના?

બપોરના અંદાજે 3:00 વાગ્યાના સુમારે સમીમ શેખ જ્યારે રિક્ષામાં બેઠો હતો. ત્યારે તેના પરિચિત મોહિત નામના શખ્સ સાથે ઇન્સ્ટાગ્રામ બાબતે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વકર્યો કે આવેશમાં આવીને મોહિતે ચાકૂ વડે સમીમ પર હુમલો કરી દીધો હતો.આ હુમલામાં સમીમના ગળા, પેટ અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ખાસ કરીને ગળાના ભાગે થયેલા ઊંડા ઘાને કારણે લોહીની મુખ્ય નસ (Internal Jugular Vein) કપાઈ ગઈ હતી. જેના કારણે અતિશય રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો.

તબીબોની લાઈફ સેવિંગસર્જરી

ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક 112 ઇમરજન્સી સેવા મારફતે પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની ગંભીર હાલત જોઈ સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.સુનિલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ તબીબોની એક સ્પેશિયલ ટીમ કાર્યરત કરવામાં આવી હતી.

  • તબીબી ટીમ: ઈ.એન.ટી વિભાગના ડૉ. હાર્દિકા પટેલ, ડૉ. હિમાની ચૌધરી, ડૉ. નિહારિકા ઓઝા અને એનેસ્થેસિયાની ટીમે મોરચો સંભાળ્યો હતો.

  • જટિલ ઓપરેશન: સતત બે કલાક ચાલેલી જટિલ સર્જરી બાદ કપાયેલી મુખ્ય નસને સફળતાપૂર્વક જોડી દેવામાં આવી હતી અને રક્તસ્ત્રાવ અટકાવી દેવાયો હતો.

પરિવારે માન્યો આભાર

સર્જરી બાદ યુવાનને 10 દિવસ સુધી ICU અને વોર્ડમાં સઘન નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો હતો. તબીબોની મહેનત અને યોગ્ય સારવારથી સમીમ સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. યુવાનના પરિવારજનોએ તબીબો, નર્સિંગ સ્ટાફ અને હોસ્પિટલ તંત્રનો ભાવુક થઈ આભાર માન્યો હતો.

બનાસ સિવિલ: ઉત્તર ગુજરાતનું આધુનિક સારવાર કેન્દ્ર પાલનપુરની બનાસ જનરલ સિવિલ હોસ્પિટલ હવે મેડિસિન, સર્જિકલ, ઈ.એન.ટી.,અને ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે જટિલ સર્જરીઓ માટે વિશ્વાસપાત્ર કેન્દ્ર બની રહી છે


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -