Apple લોન્ચ કરશે હાઈ-ટેક AI સ્માર્ટ ગ્લાસીસ: યુનિક ડિઝાઇન અને પાવરફુલ કેમેરા સાથે Metaને આપશે જોરદાર ટક્કર

સ્માર્ટફોન અને સ્માર્ટવોચ બાદ હવે ટેક જાયન્ટ Apple વેરેબલ ટેકનોલોજીના ક્ષેત્રમાં મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. Apple તેના નવા AI સ્માર્ટ ગ્લાસીસ પર ઝડપથી કામ કરી રહ્યું છે. આ ઉપકરણ માત્ર નજરના ચશ્મા નહીં હોય, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી તમારી રોજિંદી જિંદગીને સ્માર્ટ બનાવતું એક પાવરફુલ ગેજેટ હશે. રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટ ગ્લાસીસ સીધા માર્કેટમાં લોકપ્રિય Meta સ્માર્ટ ગ્લાસીસને ટક્કર આપશે.
પ્રીમિયમ લુક માટે 4 અલગ-અલગ ડિઝાઇનનું ટેસ્ટિંગ
બ્લૂમબર્ગના જાણીતા ટેક એનાલિસ્ટ માર્ક ગુરમેનના જણાવ્યા અનુસાર, Apple તેના સ્માર્ટ ગ્લાસીસને સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યું નથી.
-
ડિઝાઇન: કંપની હાલમાં ઓછામાં ઓછી ચાર અલગ-અલગ ફ્રેમ ડિઝાઇન પર પરીક્ષણ કરી રહી છે, જેમાં રેક્ટએંગ્યુલર (લંબચોરસ) અને ઓવલ (લંબગોળ) શેપનો સમાવેશ થાય છે.
-
કલર ઓપ્શન્સ: યુઝર્સને આકર્ષવા માટે બ્લેક, ઓશન બ્લુ અને લાઈટ બ્રાઉન જેવા પ્રીમિયમ કલર્સ ઉપલબ્ધ કરાવાશે.
-
મટીરિયલ: આ ગ્લાસીસમાં સામાન્ય પ્લાસ્ટિકને બદલે ‘એસીટેટ‘ (Acetate) મટીરિયલનો ઉપયોગ કરવામાં આવશે, જે તેને લાંબા સમય સુધી ટકાઉ અને પ્રીમિયમ ફિનિશિંગ આપશે.
વર્ટિકલ ઓવલ કેમેરા: ડિઝાઇન જે હશે સૌથી અલગ
Appleના આ સ્માર્ટ ગ્લાસીસમાં કેમેરા મોડ્યુલ અત્યંત આધુનિક હશે. અત્યાર સુધીના સ્માર્ટ ગ્લાસીસમાં ગોળ કેમેરા જોવા મળતા હતા, પરંતુ Apple ‘વર્ટિકલ ઓવલ શેપ‘ (ઉભો લંબગોળ) કેમેરા મોડ્યુલ લાવી રહ્યું છે.
-
સ્પેશિયલ લાઈટ્સ: કેમેરાની આસપાસ ખાસ પ્રકારની એલઈડી લાઈટ્સ આપવામાં આવશે, જે માત્ર સુંદરતા જ નહીં પણ કેમેરા ફંક્શનમાં પણ મદદરૂપ થશે.
-
AI ઇન્ટિગ્રેશન: આ કેમેરા માત્ર ફોટા પાડવા માટે નહીં, પરંતુ આસપાસની વસ્તુઓને ઓળખવા અને Siri દ્વારા યુઝરને રિયલ-ટાઇમ માહિતી પૂરી પાડવા માટે સજ્જ હશે.
કેમ ખાસ હશે આ સ્માર્ટ ગ્લાસીસ?
આ પ્રોડક્ટ Appleની ઇકોસિસ્ટમ સાથે પૂરેપૂરી ઇન્ટિગ્રેટેડ હશે. તેનો અર્થ એ છે કે તમે તમારા iPhone કે iPad સાથે તેને સીમલેસ રીતે કનેક્ટ કરી શકશો. નોટિફિકેશન જોવું, મ્યુઝિક કંટ્રોલ કરવું કે નેવિગેશન મેળવવું હવે આંખના પલકારે શક્ય બનશે.
- Advertisement -
- Advertisement -