વારંવાર આવતી હેડકીથી છો પરેશાન? મિનિટોમાં રાહત મેળવવા માટે અજમાવો આ રામબાણ ઘરેલું ઉપાયો

હેડકી (Hiccup) એક એવી સામાન્ય શારીરિક પ્રક્રિયા છે જેનો અનુભવ દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક થતો જ હોય છે.સામાન્ય રીતે હેડકી થોડીવારમાં તેની મેળે જ બંધ થઈ જાય છે અને તેના માટે કોઈ તબીબી સારવારની જરૂર પડતી નથી.
પરંતુ, જ્યારે હેડકી લાંબો સમય સુધી ચાલુ રહે ત્યારે તે હેરાનગતિનું કારણ બને છે. સતત આવતી હેડકીને કારણે છાતી કે માથામાં દુખાવો થઈ શકે છે અને તે તમારા કામમાં પણ અવરોધ ઉભો કરે છે. હેડકી માટે કોઈ ચોક્કસ એલોપેથિક દવા ન હોવાથી વર્ષોથી ચાલી આવતા ઘરેલું નુસખાઓ જ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે.
વિજ્ઞાન શું કહે છે: કેમ આવે છે હેડકી?
ભારતીય સંસ્કૃતિમાં એવી માન્યતા છે કે કોઈ આપણને યાદ કરતું હોય ત્યારે હેડકી આવે છે. જોકે, વિજ્ઞાનનો તર્ક અલગ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, જ્યારે આપણું ‘ડાયાફ્રામ’ (ઉરોદરપટલ – શ્વાસ લેવામાં મદદ કરતું સ્નાયુ) અચાનક સંકોચાય છે.ત્યારે હેડકી આવે છે.
હેડકી આવવાના મુખ્ય કારણો:
-
ખૂબ ઝડપથી ભોજન કરવું.
-
અતિશય તીખો કે ગરમ ખોરાક લેવો.
-
કાર્બોનેટેડ ડ્રિંક્સ (સોડા) કે આલ્કોહોલનું સેવન.
-
અચાનક લાગણીશીલ થવું કે માનસિક તણાવ વધવો.
હેડકી રોકવા માટેની અસરકારક ટ્રિક્સ
જો તમને હેડકી આવે અને બંધ થવાનું નામ ન લેતી હોય, તો આમાંથી કોઈ પણ એક પદ્ધતિ અજમાવી જુઓ:
-
પ્રાણાયામની રીત: એક ઊંડો શ્વાસ લો અને તેને શક્ય હોય ત્યાં સુધી (10-20 સેકન્ડ) રોકી રાખો..ત્યારબાદ ધીમેથી શ્વાસ છોડો..આનાથી ડાયાફ્રામના સ્નાયુઓ રિલેક્સ થાય છે.
-
ઠંડુ પાણી: એક ગ્લાસ એકદમ ઠંડુ પાણી એકધારું પી જવાથી ગળાની નસોમાં સંવેદના પેદા થાય છે જે હેડકી રોકવામાં મદદરૂપ છે.
-
પોઝિશન બદલો: શાંતિથી બેસી જાઓ અને તમારા બંને ઘૂંટણને છાતી સુધી લાવી તેને બાથ ભરી લો. થોડી મિનિટો આ સ્થિતિમાં રહેવાથી ડાયાફ્રામ પર દબાણ આવે છે અને હેડકી અટકે છે.
-
ગળપણનો ઉપયોગ: એક ચમચી ખાંડ સીધી મોઢામાં મૂકી તેને ધીમે ધીમે ઓગળવા દો. ખાંડની મીઠાશ વેગસ નર્વ (Vagus Nerve) ને ઉત્તેજિત કરે છે, જે હેડકી રોકી શકે છે.
-
ખાટી વસ્તુ: લીંબુનો એક ટુકડો ચૂસવો અથવા વિનેગરના થોડા ટીપાં લેવાથી પણ અચાનક આવેલી હેડકીમાં રાહત મળે છે.
-
ગાર્ગલ: ઠંડા પાણીથી અંદાજે 30 સેકન્ડ સુધી કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.
સાવચેતીની નોંધ: આ માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. તેને તબીબી સલાહ તરીકે ન લેવી. જો હેડકી 48 કલાકથી વધુ સમય સુધી ચાલુ રહે અથવા વારંવાર આવતી હોય, તો તે કોઈ ગંભીર બીમારીનું લક્ષણ હોઈ શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે.
- Advertisement -
- Advertisement -