32 C
Ahmedabad
Saturday, April 18, 2026

ખાદીના મોહમાં ખાખીનો ત્યાગ: IGP મનોજ નિનામાનું રાજીનામું મંજૂર, ભિલોડાના રાજકીય મેદાનમાં મચાવશે ધૂમ?


ચોકસાઈભર્યા રિપોર્ટ્સ અને ઝડપી સેવા એટલે ક્રિશ્ના લેબોરેટરી.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આઈપીએસ (IPS) મનોજ નિનામા વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં IGP તરીકે ફરજ બજાવતા મનોજ નિનામાએ અચાનક પોલીસ સેવામાંથી રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા છે. મંગળવારે મોડી સાંજે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું હોવાની પુષ્ટિ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ કરી છે.

પી.સી. બરંડાની જેમ રાજકારણમાં એન્ટ્રી!

રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, મનોજ નિનામા પૂર્વ IPS અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાના પથ પર ચાલી રહ્યા છે. તેઓ પોતાના વતન અરવલ્લીના ભિલોડાથી રાજકારણમાં ઝંપલાવશે. તેઓ ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે.

વહીવટી ક્ષમતા ધરાવતા ચહેરા પર ભાજપનો દાવ?

IPS મનોજ નિનામાનું રાજીનામું અને રાજકારણમાં પ્રવેશ એ સ્પષ્ટ સંકેત આપે છે કે ભાજપ હવે સ્થાનિક સ્તરે પણ વહીવટી અનુભવ ધરાવતા ચહેરાઓને આગળ કરવા માંગે છે. ભિલોડા બેઠક પર તેમની મજબૂત પકડ પક્ષને મોટો ફાયદો કરાવી શકે છે. હવે જોવાનું એ રહેશે કે ખાખી છોડીને ખાદી ધારણ કર્યા બાદ તેઓ મતદારોનો કેટલો વિશ્વાસ જીતી શકે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -