32 C
Ahmedabad
Saturday, April 18, 2026

સુરેન્દ્રનગર: લખતર મામલતદાર કચેરીમાં ACBનો સપાટો, જમીનની નોંધ માટે 20 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુન ઝડપાયા


સુરેન્દ્રનગર જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ લાલઆંખ કરી મોટી સફળતા મેળવી છે.લખતર મામલતદાર કચેરીમાં ખેતીની જમીનની નોંધ પ્રમાણિત કરવાના બદલામાં રૂ. 20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને આઉટસોર્સ પ્યુન રંગેહાથ ઝડપાઈ ગયા છે.એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

જમીનની નોંધ પ્રમાણિત કરવા મંગાઈ હતી લાંચ

સમગ્ર ઘટનાની વિગત મુજબ, ફરિયાદીના પિતાએ વડલા ગામે આવેલી પોતાની ખેતીની જમીન વેચાણ આપી હતી. આ વેચાણ અંગેની નોંધ પ્રમાણિત કરાવવા માટે તેમણે લખતર મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો હતો.આ કામગીરીના અવેજમાં મહેસૂલ વિભાગના નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર અને આઉટસોર્સ પ્યુન કનકસિંહ વાધુભા ઝાલાએ શરૂઆતમાં રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝક બાદ અંતે રૂ. 30,000 નક્કી કરવામાં આવ્યા હતા. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.

એસીબીની સફળ ટ્રેપ અને આરોપીઓની ધરપકડ

ફરિયાદના આધારે એસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ અને તેમની ટીમે લખતર મામલતદાર કચેરીમાં છટકું ગોઠવ્યું હતું.ટ્રેપ દરમિયાન નાયબ મામલતદાર જયદિપસિંહે ફરી લાંચની માંગણી કરી હતી.ત્યારબાદ તેમણે પ્યુન કનકસિંહને નાણાં સ્વીકારવા માટે ઈશારો કર્યો હતો. જેવી પ્યુને રૂ. 20,000ની લાંચની રકમ સ્વીકારી, કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંનેને રોકડ રકમ સાથે દબોચી લીધા હતા.એસીબીએ લાંચની રકમ રિકવર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં ઓપરેશન પાર પડાયું

આ સમગ્ર સફળ ઓપરેશન એસીબી રાજકોટના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના સુપરવિઝન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના સીધા માર્ગદર્શનમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે એસીબીની આ કડક કાર્યવાહીથી લાંચિયા અધિકારીઓ અને વચેટીયાઓમાં ફફડાટ ફેલાયો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -