પ્રભુ દેવા અને નયનતારાના સંબંધોનો કરુણ અંત: 3 શરતો જેણે વર્ષો જૂનો પ્રેમ તોડી નાખ્યો


ભારતના ‘માઈકલ જેક્સન’ તરીકે ઓળખાતા પ્રભુ દેવા આજે કોઈ ઓળખના મોહતાજ નથી. દુનિયાભરમાં તેમના ડાન્સ મૂવ્સના કરોડો ચાહકો છે.પરંતુ તેમની વ્યાવસાયિક સફળતા પાછળ અનેક વ્યક્તિગત ઉતાર-ચઢાવ છુપાયેલા છે.એક સમયે ડાન્સ કરતી વખતે આવેલા પેરાલિટિક એટેક જેવી ગંભીર બીમારી સામે લડીને ઉભેલા પ્રભુ દેવાની અંગત જિંદગીમાં પણ અનેક વાવાઝોડાં આવ્યા છે..ખાસ કરીને અભિનેત્રી નયનતારા સાથેના તેમના અફેર અને ત્યારબાદ થયેલા બ્રેકઅપની વાતો આજે પણ ફિલ્મ જગતમાં ભારે ચર્ચાનો વિષય બને છે.
પ્રભુ દેવાએ વર્ષ 1995માં રામલતા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. રામલતાએ લગ્ન માટે પોતાનો મુસ્લિમ ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો અને પોતાનું નામ બદલીને ‘લતા’ રાખ્યું હતું. જોકે, ત્રણ બાળકોના પિતા હોવા છતાં પ્રભુ દેવાનું નામ સાઉથની સુપરસ્ટાર નયનતારા સાથે જોડાયું હતું.નયનતારા પ્રભુ દેવાના પ્રેમમાં એટલી ગળાડૂબ હતી કે, તે પણ પોતાનો ધર્મ બદલવા તૈયાર થઈ ગઈ હતી. પરંતુ આ સંબંધ લગ્ન સુધી પહોંચે તે પહેલાં પ્રભુ દેવા દ્વારા મૂકવામાં આવેલી ત્રણ શરતોએ બધી બાજી બગાડી નાખી હતી.
આ સંબંધ તૂટવા પાછળનું મુખ્ય કારણ પ્રભુ દેવાની કડક શરતો હતી. પ્રથમ શરત મુજબ નયનતારાએ ધર્મ પરિવર્તન કરવાનું હતું. જે માટે તે સંમત હતી બીજી શરતમાં પ્રભુ દેવાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેમના પહેલા લગ્નથી થયેલા બાળકો હંમેશા તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. જોકે, સૌથી વિવાદાસ્પદ ત્રીજી શરતે આ સંબંધનો અંત લાવી દીધો. પ્રભુ દેવા ઈચ્છતા હતા કે લગ્ન પછી નયનતારા ફિલ્મી દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દે અને એક્ટિંગ છોડી દે.પોતાની કારકિર્દીના સર્વોચ્ચ શિખરે રહેલી નયનતારા માટે આ શરત માનવી અશક્ય હતી અને પરિણામે 21મી સદીના આ ચર્ચિત સંબંધોમાં કાયમી તિરાડ પડી ગઈ.
આ સમાચારના પ્રાયોજક છે: ક્રિશ્ના લેબોરેટરી – વિશ્વાસપાત્ર નિદાનનું સરનામું.
- Advertisement -
- Advertisement -