લુપ્ત થવાના આરે; જંગલમાં ફક્ત 3,000વરુ બાકી છે, 2007અને 2023 વચ્ચે મહારાષ્ટ્રની વસ્તીમાં 41 ટકા ઘટાડો થયો
લુપ્ત થવાના આરે; જંગલમાં ફક્ત 3,000વરુ બાકી છે, 2007અને 2023 વચ્ચે મહારાષ્ટ્રની વસ્તીમાં 41 ટકા ઘટાડો થયો છે.
વિશ્વની સૌથી જૂની અને દુર્લભ વરુ પ્રજાતિઓમાંની એક, કેનિસ લ્યુપસ પેલિપ્સ લુપ્ત થવાના આરે છે. આ ભારતીય વરુઓમાંથી ફક્ત 3,000 જ જંગલમાં બાકી છે. પરિણામે, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) એ તેને સત્તાવાર રીતે ભયંકર જાહેર કર્યું છે અને તેને તેની રેડ લિસ્ટમાં ઉમેર્યું છે.
ભારતીય સંશોધકોના અભ્યાસના આધારે IUCN એ 10 ઓક્ટોબરના રોજ ભારતીય વરુને રેડ લિસ્ટમાં ઉમેરવાનો નિર્ણય લીધો. આ અભ્યાસમાં ભારત અને પાકિસ્તાનમાં 10,000,સ્થળોએ ભારતીય વરુઓની સંખ્યાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જ્યાં છેલ્લા બે દાયકામાં વસ્તી ઓળખાઈ હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જંગલમાં પુખ્ત ભારતીય વરુઓની વસ્તી 2,877 થી 3,310 ની વચ્ચે છે. સંશોધકોએ વર્તમાન વસ્તીનો અંદાજ લગાવ્યો અને મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનને મુખ્ય ગઢ તરીકે ઓળખાવ્યા હતાં..જેમાં મળીને ભારતના લગભગ અડધા વરુઓ હોવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રના ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ અભયારણ્યમાં વરુની વસ્તી 2007 અને 2023 વચ્ચે 41ટકા થી વધુ ઘટી છે.જે દર વર્ષે 3.1 ટકા નો દર છે. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) ના ડૉ. અને દેશભરના અન્ય ઘણા વૈજ્ઞાનિકોએ આ અભ્યાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓએ WII ના ભૂતપૂર્વ ડીન ડૉ.યાદવેન્દ્રદેવ વિક્રમસિંહ ઝાલા સાથે સહયોગમાં કામ કર્યું. રાઇસ યુનિવર્સિટીના સહાયક પ્રોફેસર ડૉ. લોરેન હેનલી પણ સહ-સહયોગી હતા.
માનવીઓ સાથે સંઘર્ષ અને ઘટતો રહેઠાણ મુખ્ય કારણો
IUCN ના અંદાજ મુજબ, છેલ્લા ત્રણ પેઢીઓમાં રહેઠાણના નુકશાન, મનુષ્યો સાથેના સંઘર્ષ, રોગો અને જંગલી કૂતરાઓ સાથેના વર્ણસંકરીકરણને કારણે વરુની સંખ્યામાં ઘટાડો થયો છે. ડૉ.ખાન કહે છે કે, રહેઠાણનું નુકશાન અને વર્ણસંકરીકરણ સૌથી મોટા ખતરા છે. કૂતરા-વરુનું વર્ણસંકરીકરણ સાચી વરુની વસ્તીને સીધી અસર કરી રહ્યું છે. અને આપણે આનુવંશિક રીતે શુદ્ધ વરુઓમાં સતત ઘટાડો જોઈ રહ્યા છીએ.
- Advertisement -
- Advertisement -