42 C
Ahmedabad
Sunday, April 26, 2026

ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટને અલવિદા કહ્યું, ટેસ્ટ સહિત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી


સ્ટાર ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. ચેતેશ્વર પૂજારાએ 24 ઓગસ્ટને રવિવારે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અંગે માહિતી આપી હતી. 37 વર્ષીય પૂજારાએ X પર એક લાંબી પોસ્ટ પોસ્ટ કરીને પોતાની ક્રિકેટ કારકિર્દીનો અંત લાવી દીધો છે.

પુજારાએ લખ્યું, ‘ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાતા અને દરેક વખતે મેદાન પર શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરતા, તેને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત આવે છે. હું ખૂબ આભારી છું અને તમામ ફોર્મેટમાંથી ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે.’

ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ કારકિર્દી ખૂબ સારી રહી. પૂજારાએ 103 ટેસ્ટ મેચમાં 43.60ની સરેરાશથી 7,195 રન બનાવ્યા હતા.આ દરમિયાન, તેમણે 19 સદી અને 35 અડધી સદી ફટકારી હતી. પૂજારાએ ભારત માટે પોતાની છેલ્લી મેચ 2023 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. પૂજારાએ ઓસ્ટ્રેલિયા સામેની તે મેચમાં 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ પૂજારાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

પૂજારા દ્વારા શેર કરાયેલ નિવૃત્તિ નોંધમાં લખ્યું છે કે, ‘જ્યારે મેં મારી ક્રિકેટ સફર શરૂ કરી હતી. ત્યારે મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ રમત મને આટલું બધું આપશે. અમૂલ્ય તકો, અનુભવ, જીવનનો હેતુ, પ્રેમ અને સૌથી ઉપર મારા રાજ્ય અને આ મહાન દેશનું પ્રતિનિધિત્વ કરવાનો ગર્વ. ભારતીય જર્સી પહેરીને, રાષ્ટ્રગીત ગાવાનું અને મેદાન પર દરેક સમયે મારું સર્વસ્વ આપવાનું શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે. પરંતુ જેમ તેઓ કહે છે, દરેક સારી વસ્તુનો અંત હોય છે. સંપૂર્ણ કૃતજ્ઞતા સાથે, હું ભારતીય ક્રિકેટના તમામ સ્વરૂપોમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.’

તેમાં આગળ લખ્યું છે, ‘મને તક અને સમર્થન આપવા બદલ હું BCCI અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભાર માનું છું. આ ઉપરાંત, હું બધી ટીમો, ફ્રેન્ચાઇઝીઓ અને કાઉન્ટી ક્રિકેટનો પણ આભારી છું કે મને પ્રતિનિધિત્વ કરવાની તક મળી. મારા ગુરુઓ, કોચ અને માર્ગદર્શકોના અમૂલ્ય ઉપદેશો વિના હું આજે અહીં સુધી પહોંચી શક્યો ન હોત. હું હંમેશા તેમનો ઋણી રહીશ.’


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -