22.4 C
Ahmedabad
Tuesday, November 10, 2026

પંચદેવ મંદિરે દર્શન-પૂજન કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષની શરૂઆત કરી


વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે સૌને સાથે મળીને સંકલ્પબદ્ધ થવા મુખ્યમંત્રીની અપીલ

ગાંધીનગર: વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રથમ દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત પંચદેવ મંદિરે ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે રાજ્યના તમામ નાગરિકોના સુખ, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન માટે પ્રાર્થના કરી હતી.

મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીએ પણ સૌનું અભિવાદન ઝીલી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર સંગઠન પ્રમુખ ડો. આશિષ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત અને નશામુક્ત ભારતનું જે સંકલ્પ સાથેનું વિઝન આપ્યું છે, તેને સાકાર કરવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ બને. આ નવા વર્ષે સૌ નાગરિકો એકજૂથ થઈ આ સંકલ્પને સાકાર કરવા સહભાગી બને તેવી તેમણે અપીલ કરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -