કેન્દ્રીય ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડ અંતર્ગત સાયન્સ સિટી વિસ્તારમાં સ્થાનિક રહીશોને આરોગ્યલક્ષી મૂળભૂત પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવાના હેતુથી અદ્યતન અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ લોકાર્પણ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ નવા અર્બન હેલ્થ સેન્ટરના નિર્માણથી આસપાસના 17 જેટલા વિસ્તારોના આશરે 80 હજાર લોકો સીધા લાભાન્વિત થશે, જેમાં સ્લમ વિસ્તારના 46,700 જેટલા નાગરિકોનો પણ વિશેષ સમાવેશ થાય છે.
કુલ બે માળની આ હોસ્પિટલમાં 20 જેટલા રૂમ બનાવવામાં આવ્યા છે અને 40 જેટલા કુશળ કર્મચારીઓનો સ્ટાફ નાગરિકોની સેવામાં કાર્યરત રહેશે. આ સેન્ટરમાં જનરલ ઓપીડી, માઇનર ઇમરજન્સી સેવા, ડોગ બાઈટની રસી, એન.સી.ડી. (NCD) સ્ક્રીનિંગ સેવા તેમજ બાળરોગ નિષ્ણાત ઓપીડી, વાયુવૃદ્ધની ઓપીડી, આંખ અને ચામડીના રોગોની સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે.


