24.6 C
Ahmedabad
Monday, November 9, 2026

સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપાવલી અને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો


વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષ નિમિત્તે સૌ નાગરિકો અને રાત-દિવસ ફરજ બજાવતા કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી

તહેવારોમાં પણ જનસેવા અર્થે સતત કાર્યરત પોલીસ, ફાયર બ્રિગેડ, એસ.ટી. અને સફાઈકર્મીઓની નિષ્ઠાને નાયબ મુખ્યમંત્રીશ્રીએ બિરદાવી

રોજિંદા વ્યવહારોમાં ‘વિક્રમ સંવત’ કેલેન્ડરનો ઉપયોગ કરી આપણી સમૃદ્ધ વૈજ્ઞાનિક વિરાસત જાળવવા નાયબ મુખ્યમંત્રીશ્રીનો અનુરોધ*

પોલીસ સ્ટેશનો અને પોલીસ વિભાગના સરકારી આવાસોને રાજ્યમાં સૌથી સ્વચ્છ અને સુઘડ બનાવવાની હિમાયત કરતા નાયબ મુખ્યમંત્રીશ્રી

સુરત શહેરના મહારાજા અગ્રસેન ભવન ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં દીપાવલી અને વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતના નાગરિકો તેમજ તહેવારોના દિવસોમાં પણ પરિવારથી દૂર રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કર્મયોગીઓને દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ આપણી પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધન માટે તમામ વ્યવહારો અને લખાણોમાં ‘વિક્રમ સંવત’ કેલેન્ડરનો ઉપયોગ કરવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજી કેલેન્ડર પદ્ધતિની તુલનાએ આપણી પંચાંગ-કેલેન્ડર પદ્ધતિ ખગોળીય ગણતરીઓ, ઋતુઓ અને તિથિઓ સાથે જોડાયેલી અત્યંત વૈજ્ઞાનિક તથા સમૃદ્ધ વિરાસત છે. વર્ષો જૂની આ ગૌરવપૂર્ણ વૈજ્ઞાનિક વિરાસતને આવનારી પેઢી સુધી પહોંચાડવી એ આપણી સહુની સામૂહિક જવાબદારી છે.

દિવાળી પર્વ દરમિયાન સામાન્ય નાગરિકો પરિવાર સાથે નિર્ભયતા અને આનંદથી તહેવાર ઉજવી શકે તે માટે સતત કાર્યરત રહેતા પોલીસ વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વચ્છતાદૂતો, GSRTCના ડ્રાઇવર-કંડક્ટર અને ફાયર બ્રિગેડના જવાનોની સમર્પિત સેવાઓને તેમણે વિશેષરૂપે બિરદાવી હતી. રાત-દિવસ એક કરીને નાગરિકોની સુરક્ષા અને સુવિધા જાળવતા આ કર્મયોગીઓની નિષ્ઠા જ રાજ્યના વિકાસનું સાચું બળ છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યમાં જી.એસ.ટી.ની આવકમાં થયેલા સતત વધારા સાથે ગુજરાત ઝડપી વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

નવા વર્ષના પ્રારંભે ભૂતકાળના તમામ મતભેદો ભૂલીને, નવા ચોપડાની જેમ નવા સંબંધોની શરૂઆત કરી રાજ્યના જનકલ્યાણ અર્થે એક ટીમ તરીકે કાર્યરત રહેવા તેમણે આહવાન કર્યું હતું. વિશેષરૂપે પોલીસ સ્ટેશનો અને પોલીસ આવાસોના પરિસરને રાજ્યમાં સૌથી સ્વચ્છ, સુઘડ અને આદર્શ બનાવવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ સ્નેહમિલન સમારોહમાં જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર, મ્યુનિસિપલ કમિશનરશ્રી રાજકુમાર બેનીવાલ તથા પોલીસ કમિશનરશ્રી વાબાંગ ઝમીરે ઉપસ્થિત રહી તમામને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી તેમજ શહેર અને જિલ્લાને પ્રગતિના નવા શિખરો પર લઈ જવા ટીમવર્કથી કાર્ય કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ બાદ નાયબ મુખ્યમંત્રીશ્રીએ મીડિયા કર્મીઓ તથા સંગઠનના કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે સુડાના સીઈઓશ્રી રાજ સુથાર, એડિશનલ પોલીસ કમિશનર (ટ્રાફિક) શ્રી સજ્જનસિંહ પરમાર, સુરત રેન્જ આઈજીશ્રી પ્રેમવીરસિંહ, એડિશનલ પોલીસ કમિશનરશ્રી કરણરાજ વાઘેલા, શ્રી બલરામ મીણા, જિલ્લા વહીવટી તંત્ર, સુરત મહાનગરપાલિકા, પોલીસ વિભાગ, GSRTC અને RTO વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -