દહેગામ તાલુકા પગાર કેન્દ્ર શાળા બની ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’: ૪૨૫ લાખના ખર્ચે તૈયાર થયેલ નવીન ભવનનું ભવ્ય લોકાર્પણ સંપન્ન
દહેગામ તાલુકાની ઐતિહાસિક અને અંદાજે ૧૮૭૯માં સ્થપાયેલી તાલુકા પગાર કેન્દ્ર શાળાને શિક્ષણ વિભાગ અંતર્ગત ‘સમગ્ર શિક્ષા’ દ્વારા ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત અત્યાધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેનું કુલ રૂ. ૪૨૫.૦૦ લાખના જંગી ખર્ચે થયેલ નવીન શાળા અને અપગ્રેડેશનના કામોનું લોકાર્પણ દહેગામના માનનીય ધારાસભ્યશ્રી બલરાજસિંહ કે. ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.







ગાંધીનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી રણવીરસિંહ જે. ચૌહાણ, દહેગામ નગરપાલિકા પ્રમુખ નેહાબેન પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ રબારી, શહેર પ્રમુખ ગોપાલભાઈ બારોટ, પૂર્વ પ્રમુખ યોગેન્દ્રભાઈ શર્મા (ભીખાભાઈ), પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગૌતમભાઈ પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર દિલીપભાઈ પટેલ તેમજ નગરપાલિકાના સદસ્યોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.







શાળાના આચાર્ય હસમુખભાઈ દરજી દ્વારા તમામ મહેમાનોને આવકારીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નવનિર્મિત આધુનિક શાળામાં કુલ ૨૪ રૂમ અને ૨૨ શિક્ષકો ઉપલબ્ધ છે, જ્યાં વાઇ-ફાઇ કનેક્શન, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યુટર લેબ અને રમતગમતના આધુનિક સાધનો જેવી ઉત્તમ સગવડો ઊભી કરવામાં આવી છે અને આગામી સોમવારથી અહીં ૭૨૮ બાળકો પોતાનું શૈક્ષણિક કાર્ય ઉત્સાહપૂર્વક શરૂ કરશે.
- Advertisement -
- Advertisement -