28.5 C
Ahmedabad
Tuesday, July 14, 2026

બેંગકોકમાં પબમાં ભીષણ આગ: 27 લોકોના મોત, સમગ્ર થાઈલેન્ડમાં શોકનું મોજું


થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં સોમવારે વહેલી સવારે એક પબમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડે લગભગ અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

રાહતકર્મીઓએ જણાવ્યું કે, આગ લાગવાની માહિતી મોડી રાત્રે મળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઉત્તર બેંગકોક સ્થિત પબના મુખ્ય દરવાજામાંથી આગની ઊંચી જ્વાળાઓ નીકળતી જોવા મળી રહી છે. લોકો જીવ બચાવવા માટે બહાર ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.

થાઈલેન્ડના વડાપ્રધાનનું નિવેદન

થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચાર્નવીરકુલે ઘટનાસ્થળે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા.અને ઘણા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” તેમણે ખાતરી આપી હતી કે, આગ લાગવાના કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડ દ્વારા અડધા કલાકમાં કાબૂ

અધિકારીઓના મતે, ફાયર ફાઈટર્સને આગ પર કાબૂ મેળવતા લગભગ ૩૦ મિનિટનો સમય લાગ્યો હતો. દુર્ઘટના બાદની તસવીરોમાં પબની અંદર બળેલી ટેબલ-ખુરશીઓ અને ભયાનક રીતે ક્ષતિગ્રસ્ત થયેલું માળખું જોવા મળી રહ્યું છે. હાલમાં અધિકારીઓ મૃતકો અને ઘાયલોની ઓળખ કરવાની પ્રક્રિયા કરી રહ્યા છે.

ભૂતકાળમાં પણ બની છે આવી દુર્ઘટનાઓ

થાઈલેન્ડમાં અગાઉ પણ આવી કરુણ ઘટનાઓ બની ચૂકી છે:

  • વર્ષ 2022: દેશના પૂર્વ ભાગમાં એક મ્યુઝિક પબમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા હતા.

  • 1 જાન્યુઆરી, 2009: બેંગકોકના સેન્ટિકા નાઈટક્લબમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન લાગેલી આગમાં 66 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા..તે દુર્ઘટનાનું કારણ કથિત રીતે ઈન્ડોર આતશબાજી હોવાનું મનાય છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -