અમેરિકી સેનેટર અને ટ્રમ્પના ખાસ સાથી લિન્ડસે ગ્રેહામનું નિધન; રાજકીય વર્તુળોમાં શોકનું મોજું
અમેરિકાના પ્રભાવશાળી રિપબ્લિકન નેતા અને સીનેટર લિન્ડસે ગ્રેહામના અવસાનના સમાચાર સામે આવ્યા છે. લિન્ડસે ગ્રેહામની ઓફિસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ગત શનિવારે સાંજે દક્ષિણ કેરોલિનામાં “ટૂંકી અને અચાનક આવેલી બીમારી”ને કારણે તેમનું નિધન થયું છે. તેમના નિધનનું કોઈ સ્પષ્ટ કારણ હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી.
ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ અને નજીકના સાથી
લિન્ડસે ગ્રેહામ વર્ષ 2002માં પ્રથમ વખત અમેરિકી સીનેટ માટે ચૂંટાયા હતા. તેઓ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અત્યંત નજીકના સહયોગી અને સલાહકાર માનવામાં આવતા હતા. ટ્રમ્પ સાથેના તેમના સંબંધો ખૂબ મજબૂત હતા, તેઓ અવારનવાર ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળતા હતા અને વિદેશ નીતિના મહત્વના મુદ્દાઓ પર તેમને સલાહ આપતા હતા.
ટ્રમ્પે ગ્રેહામને ગણાવ્યા ‘સચ્ચા દેશભક્ત’
પોતાના ખાસ મિત્રના નિધન પર શોક વ્યક્ત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું, “સીનેટર લિન્ડસે ગ્રેહામ, જેઓ મારા જાણવા મુજબના સૌથી શ્રેષ્ઠ લોકો અને સીનેટરોમાંથી એક હતા. તેઓ હંમેશા કામમાં વ્યસ્ત રહેતા અને એક સાચા અમેરિકી દેશભક્ત હતા. લિન્ડસે, તમારી ખૂબ યાદ આવશે. આ સમાચાર અત્યંત દુઃખદ છે.”
આક્રમક વિદેશ નીતિ અને ઈરાન વિરુદ્ધ કડક વલણ
લિન્ડસે ગ્રેહામ તેમની આક્રમક વિદેશ નીતિ માટે જાણીતા હતા. 1990ના દાયકાથી જ તેઓ ઈરાનને અલગ-થલગ કરવા અને તેના ન્યુક્લિયર પ્રોગ્રામને મર્યાદિત કરવાની નીતિના મજબૂત સમર્થક રહ્યા હતા. ઈરાનની ન્યુક્લિયર સાઈટ્સ પર હુમલો કરવાના ટ્રમ્પના નિર્ણયનું પણ તેમણે ખુલ્લેઆમ સમર્થન કર્યું હતું.
રાજકીય સફર પર એક નજર
-
રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી: ગ્રેહામે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવાર બનવાનો પ્રયાસ કર્યો હતો.
-
ટ્રમ્પના સલાહકાર: ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન, ખાસ કરીને રશિયા અને ઈરાન જેવા દેશો સાથેના વિદેશી મામલાઓમાં તેઓ મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે ભૂમિકા ભજવતા હતા.
-
સક્રિય ભૂમિકા: તેમના નિધનના એક દિવસ પહેલા શુક્રવારે જ તેમણે અમેરિકી પ્રશાસન સાથે મળીને રશિયા પર પ્રતિબંધો વધારવાની જાહેરાત કરી હતી.
- Advertisement -
- Advertisement -