38.7 C
Ahmedabad
Saturday, June 13, 2026

પોલીસને જોઈને ભાગવા જતાં ચોથા માળેથી પટકાયો: બોપલમાં સુરેન્દ્રનગરના ગુજસીટોકના આરોપી મહાવીરસિંહ સિંધવનું કરુણ મોત


અમદાવાદના હાઈપ્રોફાઈલ ગણાતા બોપલ વિસ્તારમાંથી એક સસપેન્સભરી ઘટના સામે આવી.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કુખ્યાત અને માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવનું બોપલના ‘અક્ષર લક્ઝ્યુરિયા’ ફ્લેટના ચોથા માળેથી નીચે પટકાવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.પોલીસ પકડથી બચવા માટે ભાગવાના પ્રયાસમાં આ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

કેવી રીતે સર્જાઈ સમગ્ર ઘટના?

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો વતની મહાવીરસિંહ સિંધવ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ‘અક્ષર લક્ઝ્યુરિયા’ ફ્લેટમાં આશરો લઈ રહ્યો હતો.

  • પાડોશી સાથે ઝઘડો: ગઈકાલે 8 જૂનની રાત્રે મહાવીરસિંહને તેના પાડોશમાં રહેતા મુરત સોલંકી નામના વ્યક્તિ સાથે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ વિવાદ એટલો વધી ગયો કે બંને વચ્ચે જોરદાર મારામારી શરૂ થઈ ગઈ.

  • પોલીસની એન્ટ્રી: ફ્લેટમાં અસામાજિક તત્વોનો આતંક જોઈને સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર ફોન કરીને જાણ કરી હતી. માહિતી મળતા જ બોપલ પોલીસની PCR વાન ગણતરીની મિનિટોમાં સોસાયટીમાં આવી પહોંચી હતી.

બચવા જતાં મોત મળ્યું: ચોથા માળેથી લપસ્યો પગ

સામે ખાખી વર્દી જોઈને અનેક ગુનાઓમાં સંડોવાયેલો મહાવીરસિંહ ગભરાઈ ગયો હતો. પોલીસની પકડમાંથી ભાગવા માટે તેણે ચોથા માળેથી નીચે કૂદવાનો શોર્ટકટ અપનાવ્યો. પરંતુ નસીબે સાથ ન આપ્યો; ભાગવાની ઉતાવળમાં અચાનક તેનો પગ લપસી ગયો અને તે ચોથા માળેથી સીધો નીચે ફંગોળાયો.

સ્થાનિકોનો ચોંકાવનારો આક્ષેપ: ઘટના સમયે ફ્લેટના રહીશોના જણાવ્યા મુજબ, મહાવીરસિંહ ભારે નશાની હાલતમાં ધમાલ મચાવી રહ્યો હતો અને નશાને કારણે જ તે સંતુલન ગુમાવી બેઠો હતો.

ચોથા માળેથી નીચે પટકાતા જ તેના માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મૃતકનો ગુનાહિત ઈતિહાસ અને પોલીસ કાર્યવાહી

બોપલ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહાવીરસિંહ સિંધવ કોઈ સામાન્ય નાગરિક નહોતો. તેની સામે ભૂતકાળમાં મારામારી, ગુજસીટોક (GujCTOC) અને NDPS (ડ્રગ્સ કેસ) જેવા અનેક ગંભીર અને સનસનીખેજ ગુનાઓ નોંધાયેલા હતા. તે પોલીસની નજરથી બચવા માટે જ થોડા સમય પહેલા બોપલમાં આવીને છુપાયો હતો.

  • પ્રત્યક્ષદર્શીઓની જુબાની: ઘટનાસ્થળે હાજર લોકોના નિવેદન મુજબ, મહાવીરસિંહ પોલીસથી બચવા માટે જાતે જ કૂદ્યો હતો અને લપસી પડ્યો હતો. તેમાં કોઈની સંડોવણી નથી.

  • વર્તમાન સ્થિતિ: હાલ બોપલ પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પંચનામું કર્યું છે અને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.પોલીસે આ મામલે અકસ્માતે મોત (AD) નો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -