અમદાવાદ : વિરોચનનગરથી મેલડી માતાના દર્શન કરી પરત ફરતા દેસાઈ પરિવાર પર આભ ફાટ્યું..ત્રણ લોકોના મોત, બે ઘાયલ

સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પાછા ફરતા ક્રેટા કાર ગટરમાં ખાબકી હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા ગાડી ગટરમાં ખાબકી હતી. જેમાં દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે વ્યક્તિનો આબાદ બચાવ થયો છે..
મૃતકોમાં કનુભાઇ રૂગનાથભાઇ દેસાઇ..વિશાલકુમાર ગણેશભાઇ દેસાઇ…દર્શનકુમાર અરજણભાઇ દેસાઇનો સમાવેશ થાય છે.તમામ મૃતકો ઝુંડાલગામ, રબારી વાસ, ગાંધીનગરના રહેવાસી છે.
આ બનાવની જાણ થતા વિરોચનનગર 108 ને જાણ કરાતા ઘટના સ્થળે આવી પહોંચી હતી.જ્યાંથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ માટે સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશને હાથ ધરી હતી.
- Advertisement -
- Advertisement -