29.9 C
Ahmedabad
Wednesday, June 24, 2026

પ્લાસ્ટિક સર્જરીના પિતા મહર્ષિ સુશ્રુતની બ્રિટનમાં વાપસી: 2,600 વર્ષ જૂના ભારતીય જ્ઞાનને વૈશ્વિક સલામ.


બ્રિટનની પ્રતિષ્ઠિત ‘રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગ’ (Royal College of Surgeons of Edinburgh) એ પોતાના કેમ્પસમાં મહર્ષિ સુશ્રુતની પ્રતિમા સ્થાપિત કરી છે. પહેલી નજરે તમને લાગશે કે, આ ભારત માટે માત્ર ગર્વની વાત છે. પરંતુ મિત્રો ખરી વાર્તા આનાથી ઘણી મોટી છે.

સદીઓથી દુનિયામાં સર્જરી (શસ્ત્રક્રિયા)નો ઈતિહાસ ગ્રીસ, રોમ અને યુરોપથી શરૂ કરીને ભણાવવામાં આવતો હતો. પરંતુ હવે દુનિયાની સૌથી જૂની સર્જિકલ સંસ્થાઓમાંની એક એ વાત સ્વીકારી રહી છે કે, સર્જરીનો ઈતિહાસ માત્ર યુરોપમાં જ નથી ઘડાયો, તેનો એક મોટો અધ્યાય ભારતમાં લખાયો હતો. એટલે કે, આ માત્ર એક પ્રતિમાનું અનાવરણ નથી. પરંતુ તબીબી ઈતિહાસના એક ભૂલાઈ ગયેલા અધ્યાયની વાપસી છે.

ક્યારે થઈ હતી આ કોલેજની સ્થાપના?

જે જગ્યાએ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, તે ‘રોયલ કોલેજ ઓફ સર્જન્સ ઓફ એડિનબર્ગ’ની સ્થાપના વર્ષ 1505માં થઈ હતી. આજે 140થી વધુ દેશોમાં તેના 33 હજારથી પણ વધારે સભ્યો છે. તેને વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત સર્જિકલ સંસ્થાઓમાં ગણવામાં આવે છે. એટલે કે આ કોઈ સામાન્ય કોલેજ નથી, પરંતુ વૈશ્વિક સર્જરી જગતની એક ખૂબ જ મોટી સંસ્થા છે અને હવે આ જ સંસ્થાએ આયુર્વેદના મહર્ષિ સુશ્રુતનું સન્માન કર્યું છે.

2600 વર્ષ જૂનો વૈજ્ઞાનિક વારસો

લગભગ 2600 વર્ષ પહેલાં, જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં તબીબી વિજ્ઞાન હજી શરૂઆતના તબક્કામાં હતું, ત્યારે ભારતમાં મહર્ષિ સુશ્રુતે 300થી વધુ પ્રકારની સર્જરી અને 124 સર્જિકલ સાધનો (શસ્ત્રક્રિયાના ઉપકરણો) વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આખી દુનિયાને શીખવ્યું કે પ્લાસ્ટિક સર્જરી કેવી રીતે થાય છે. તેમનું આ જ્ઞાન ‘સુશ્રુત સંહિતા’માં નોંધાયેલું છે. જેને સર્જરી પર દુનિયાના સૌથી પ્રાચીન અને વ્યવસ્થિત ગ્રંથોમાંનો એક માનવામાં આવે છે.

એક મહત્વનો ઉમેરો: આજે દુનિયાના ડોક્ટરો ‘હિપ્પોક્રેટિક ઓથ’ એટલે કે તબીબી શપથની વાત કરે છે. પરંતુ નવા સંશોધનો અને પ્રકાશિત પુસ્તકો અનુસાર, મહર્ષિ સુશ્રુતે હિપ્પોક્રેટ્સ કરતાં પણ સદીઓ પહેલાં તબીબી નૈતિકતા (Medical Ethics) અને સર્જિકલ શિસ્તના સિદ્ધાંતો સ્થાપિત કરી દીધા હતા. એટલે કે, ભારતમાં મેડિકલ એથિક્સની ચર્ચા ત્યારે થઈ રહી હતી જ્યારે દુનિયાના ઘણા ભાગોમાં વ્યવસ્થિત તબીબી પ્રણાલીનો વિકાસ પણ નહોતો થયો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -